હવે ગુજરાતના કોઈ પણ શહેરમાં કે વિસ્તારમાં રોગચાળો થશે તો આરોગ્ય અધિકારી જવાબદાર બનશે. જાણો વિગતે

હવે રાજ્ય માં જે શહેર કે વિસ્તાર માં રોગચાળો વધશે તે વિસ્તાર ના અધિકારીઓ જવાબદાર. રાજ્યમાં ચોમાસામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વ્યાપક બનતો જાય છે…

હવે રાજ્ય માં જે શહેર કે વિસ્તાર માં રોગચાળો વધશે તે વિસ્તાર ના અધિકારીઓ જવાબદાર.

રાજ્યમાં ચોમાસામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વ્યાપક બનતો જાય છે ત્યારે સરકાર પણ દોડતી થઇ છે. ગાંધીનગરમાં બોલાવાયેલી તમામ આરોગ્ય અધિકારીઓ અને એપેડેમિક ઓફિસરોની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવિધ બિમારીના કેસોની સંખ્યાને લઇને અધિકારીઓનો રીતસરનો ઉધડો લીધો હતો અને તેમણે કરેલી કામગીરીનો વન બાય વન રીપોર્ટ માંગી જે તે વિસ્તારમાં મલેરિયા કે અન્ય કેસોની સંખ્યા વધશે તે વિસ્તારના અધિકારીની સીધી જવાબદારી બનશે તેવી રજુઆત કરી હતી.

શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રોત્સાહન અને નબળી કામગીરી કરનાર ને દંડ ફટકારવા માં આવશે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે ત્યારે આ મામલે આરોગ્ય અધિકારીઓ અને એપેડેમિક ઓફિસરોની નાય મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટેની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન અપાશે પરંતુ નબળી કામગીરી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. મિડીયા સાથેની વાતચીતમાં પટેલે કહ્યું કે રાજ્યમાં મેલેરિયાના કેસોમાં ગત વર્ષની સરખામણીએ જુલાઇ સુધીમાં 49.4 ટકાનો જ્યારે ચીકનગુનિયાના કેસમાં 12 ટકાનો ઘટાડો થયો છે.

મચ્છરોના નિયંત્રણ માટે ગપ્પી માછલીનો ઉપયોગ.

જે મહાનગરપાલિકાઓમાં ડેન્ગ્યૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યાં સર્વેલન્સની કામગીરી ઝડપથી હાથ ધરીને દવા છંટકાવ સહિતના પગલાં લેવાઇ રહ્યા છે. મચ્છરોના નિયંત્રણ માટે ગપ્પી માછલીનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજ્યની મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલો ખાતે 36 જેટલા ડેન્ગ્યૂ નિદાન કેન્દ્રો કાર્યરત છે. મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે 210 વેક્ટર કંટ્રોલ ટીમો કાર્યરત કરાઇ છે. તાવના કેસમાં 104 હેલ્પલાઇનનો ઉપયોગ કરવો જોઇએ.

ખોટી માહિતી આપનાર અધિકારીને જાહેરમાં ઠપકો અપાયો.

બેઠક દરમિયાન સુરેન્દ્રનગરના એક અધિકારીને શું કામગીરી કરી તેવું પુછતાં તેમણે 1.60 લાખ મચ્છરદાનીનું વિતરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ વાતથી પ્રભાવિત થઇને પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આટલી મચ્છરદાની એ જિલ્લામાં હજુ પુરી જ પડાઇ નથી. જેથી તેમને ખુલાસો કરવાનું કહેતા અધિકારીએ કહ્યું હતું કે આ આંકડા બે વર્ષના છે. આ સાંભળીને નીતિન પટેલે રોષ સાથે અધિકારીને જાહેરમાં ઠપકો આપ્યો હતો અને તમામ અધિકારીને સાચી માહિતી જ રજૂ કરવા માટે ની તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *