હળવદ(ગુજરાત): તાજેતરમાં ગુજરાતમાંથી એક ચોકાવનારો બનાવ બનવા પામ્યો છે. જેમાં હળવદના કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતુ. આ દરમિયાન, ટેન્કરમાંથી રોડ પર ઢોળાયેલું તેલ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. લોકો ડોલ, ડબ્બા કે તપેલી જે મળે તે લઇને તેલ ભરવા દોડી આવ્યા હતા.
હળવદ-ધાંગધ્રા-માળિયા હાઈવે રોડ પર અવાર-નવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે. આ દરમિયાન, આવો જ એક બનાવ સોમવારે સવારે હળવદ નજીક કવાડીયા ગામના પાટિયા પાસે બનવા પામ્યો હતો. જેમાં હળવદથી ધ્રાંગધ્રા ગામ તરફથી આવતુ તેલ ભરલુ ટેન્કર એકાએક પલટી મારતા તેલની રેલમછેલ સર્જાઇ હતી.
આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા દોડીને ઘટનાસ્થળે તેલ લેવા માટે કેરબા ડબા સહિતના વાસણોથી તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ફરીયાદ નોંધવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માતના બનાવમાં ટેન્કરમાંથી હજારો લીટર તેલ રોડના સાઇડના ખાડામાં ઢોળાયું હતુ. સદભાગ્યે ટેન્કર ચાલકને સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. હળવદના કવાડીયા નજીક તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ ગયાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.