સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો રમુજી અથવા તો કોઈ વિડીયો જોઇને આપણને આશ્વર્ય થતું હોય છે ત્યારે હાલમાં પણ ખુબ વાયરલ થઈ રહેલ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી છે. આવો જાણીએ આ ઘટના વિશે…
રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે કે, જેમાં એક પોલીસ અધિકારી ટ્રેનની નીચે આવેલા એક વૃદ્ધ વ્યક્તિની જિંદગી બચાવતો નજરે પડે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાની સાથે જ લોકો હવે પોલીસકર્મીની પ્રશંસા કરી રહ્યા છે. આ વિડિઓ જોયા પછી, તમે પોલીસકર્મી વિશે પણ એવું જ વિચારશો.
વીડિયો શેર કરતા પિયુષ ગોયલે કેપ્શનમાં લખ્યું છે કે, ‘રાજસ્થાનના સવાઈ માધોપુર સ્ટેશન પર એક વૃદ્ધ મુસાફરને ફરજ પરના સુરક્ષાકર્મીઓએ ઝડપથી ટ્રેનની પકડમાંથી બચાવી લીધો હતો. અમને અમારા સુરક્ષા કર્મચારીઓ પર ગર્વ છે કે, જેઓ તેમની જવાબદારીઓ સંપૂર્ણ સેવાથી નિભાવતા હોય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર 37,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો પોલીસકર્મીની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેના માટે કેટલીક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું કે, “તેને ઇનામ મળવું જોઈએ.”
राजस्थान के सवाई माधोपुर स्टेशन पर एक बुजुर्ग यात्री को ड्यूटी पर तैनात सुरक्षा कर्मी द्वारा त्वरित कार्रवाई करते हुए ट्रेन की चपेट में आने से बचाया गया।
अपने सुरक्षाकर्मियों पर हमें गर्व है, जो पूरे सेवाभाव के साथ अपने दायित्व का निर्वहन कर रहे हैं। pic.twitter.com/qghECbmTZo
— Piyush Goyal (@PiyushGoyal) April 2, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.