કોરોના પોઝિટિવ વૃદ્ધ વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા અને સ્યુસાઈડ નોટમાં લખ્યું તેની પાછળનું કારણ…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત થયા છે. રાજ્યમાં પણ ઘણાં લોકોનાં મોત કોરોનાને કારણે થઈ ચુક્યા છે, ત્યારે હાલમાં સુરતમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.

કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સુરત શહેરમાં રહેતાં એક વૃદ્ધે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાંની ઘટના સામે આવી રહી છે. વૃદ્ધ કોરોના પોઝિટિવ હોવાંથી આ પગલું ભર્યુ છે એવું લખીને ગયા હોવાંથી કોરોનાને લીધે માનસિક તણાવ અનુભવતા અંતિમ પગલું ભરી લીધું હોવાંની સંભાવના રહેલી છે.

પોલીસે અકસ્માત મોત નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.સુરતમાં આવેલ વરાછા વિસ્તારમાં અશ્વની કુમાર રોડ પર ભક્તિનગર સોસાયટીમાં રહેતાં કુલ 64 વર્ષીય લીલાધરભાઈ બાબુલાલ વરૂ હાલમાં નિવૃત જીવન જીવી રહ્યા હતાં. તેમને સંતાનમાં કુલ 3 પુત્રો છે.

એક પુત્ર દુબઈમાં રહે છે તેમજ એ ત્યાં સેટ પણ થઈ ગયો છે. જ્યારે બીજાં કુલ 2 પુત્રો સુરતમાં જ રહે છે તથા તેઓ છૂટક કામ કરી રહ્યાં છે. લીલાધરભાઈ પોતાનાં પુત્રોની સાથે સુખમય જીવન વ્યતિત કરી રહ્યા હતાં. જો, કે છેલ્લા ઘણાં દિવસથી તેમની તબિયત બગડી ગઈ હતી.

પરિવારજનોની સલાહની મુજબ તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવતાં જ હોમ આઈસોલેશનમાં રહેતાં હતા.લીલાધરભાઇ બાબુલાલ વરૂએ ગઇ કાલે રાત્રે જ ઘરમાં હીંચકાનાં હુકની સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની તપાસ કરનાર કાપોદ્રા પોલીસે જણાવતાં કહ્યું હતું, કે લીલાધરભાઇને 20 ઓગસ્ટે પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ ઘરમાં જ હોમ ક્વોરન્ટીન થઇને સારવાર લઈ રહ્યાં હતા.

એમને કોરોના આવ્યો હોવાથી સતત ચિંતામાં રહેતાં હોવાંથી એમણે આ પગલું ભર્યું હતું. એમની પાસેથી મળેલ સુસાઇડ નોટમાં લખ્યું હતું, કે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી આ પગલુ ભર્યુ છે. આમાં કોઈનો વાંક જ નથી. મને કોઈની સમસ્યા નથી અને મારા ઘરમાં કોઈને હેરાન પણ કરશો નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *