ગુજરાત: પૂર્વ નાણામંત્રી (Former Finance Minister) તેમજ હાલમાં કર્ણાટક (Karnataka) ના રાજ્યપાલ (Governor) પદ પરથી નિવૃત્ત થનાર વજુભાઈ વાળા (Vajubhai Wala) નો માંગરોળ (Mangrol) માં કારડિયા રાજપૂત સમાજ દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન થયું હતું કે, જેમાં લોકડાયરાનું પણ આયોજન કરાયું હતું. વજુભાઈ વાળાના સન્માન પછી યોજાયેલા લોકડાયરામાં કલાકાર દેવાયત ખવડે સપાકરુની રમઝટ બોલાવી હતી.
સ્ટેજ પર રૂપિયાની નોટોનો થર લાગી ગયો:
દેવાયત ખવડે સપાકરું ગાવાનું શરૂ કરતાં જ કારડિયા રાજપૂત સમાજના લોકો ઊભા થયા હતા તેમજ રૂપિયાની નોટોના બંડલો કાઢીને હવામાં ઉડાડવા લાગ્યા હતા. બાદમાં વજુભાઈ વાળાને સ્ટેજ આગળ ઊભા રાખીને લોકોએ તેમના પર નોટોનો વરસાદ કર્યો હતા.
આપને જણાવી દઈએ કે, ફક્ત 5 જ મિનિટમાં વજુભાઈ વાળા ઊભા હતા ત્યાંથી નીચે જમીન પર રૂપિયાની નોટોનો ઢગલો થઇ ગયો હતો. સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવતાં વજુભાઈના ચહેરા પર ખુશી છલકાતી જોવા મળી હતી તેમજ આનંદ છવાયો હતો.
સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ:
ગુજરાત ભાજપના રાજકારણમાં સતત 2 દાયકા સુધી દબદબો ધરાવ્યા પછી રાજ્યપાલ બનેલા તેમજ હાલમાં જ રાજ્યપાલ પદ પરથી નિવૃત્ત થઈને પાછા રાજકોટ આવી ગયેલ રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએ પોતે ભાજપમાં હતા, છે તેમજ રહેશે એવી જાહેરાત કરી હતી.
બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ બાજુ રાજકીય પંડિતો તથા ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવીને સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વજુભાઈ રાજપૂતોની પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય:
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા મોતિયાના ઓપરેશન કરાવ્યા પછી સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પરના પ્રાઈમ લોકેશનમાં ભવાની માતાજીના મંદિરના નિર્માણ સાથે રાજપૂતોની પેટાજ્ઞાતિઓને એક કરવાની દિશામાં સક્રિય થયા છે.
આની માટે અનેકવિધ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર પણ શરૂ કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદારોના આસ્થાનાં 2 મુખ્ય કેન્દ્રો ખોડલધામ તેમજ ઉમિયાધામમાં પોતાની જ્ઞાતિનું રાજકીય વર્ચસ્વ વધારવા હાલથી જ વ્યૂહરચનાઓ ગોઠવવા લાગી છે.
વજુભાઈએ વર્ષ 2013માં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો:
વજુભાઈ વાળા પણ સામાજિક કાર્યો મારફતે રાજકીય એજન્ડા સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવ્યું છે. કારડિયા રાજપૂત સમાજના ટોચના નેતા વજુભાઈ વાળાનું નિર્વિવાદી વ્યક્તિત્વ રહેલું છે. એમણે કારડિયા રાજપૂત સમાજમાં વર્ષ 2013 માં મંદિરનો વિચાર રજૂ કર્યો હતો બાદમાં આ યોજના પર કોઈ પ્રગતિ થઈ શકી નથી તેમજ વજુભાઈને પણ ભાજપમાંથી સાઈડલાઈન કરી રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.