સુરેન્દ્રનગર(ગુજરાત): હાલમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના બનવા પામી છે જેમાં જીલ્લાના ચોટીલા હાઇવે પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં તેલની નદીઓ વહેતી થઈ હતી. આ અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. લોકો હાઇવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરી રહ્યા હતા. બીજી તરફ પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગર જીલ્લાના હાઇવે પર અવારનવાર પુરઝડપે દોડતા તેલના ટેન્કરો પલ્ટી ખાઇ જવાના બનાવો સામે આવતા હોય છે. આવી જ એક ઘટના આજે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા હાઇવે પર સર્જાઈ હતી. જેમાં ચોટીલા હાઇવે પર તેલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતા તેલની નદીઓ વહેવા લાગી હતી.
આ અંગેની જાણ થતાં લોકો ડોલ, ડબલા સહિતના વાસણો લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા. લોકો હાઇવે પર ઢોળાયેલું તેલ ભરવા પડાપડી કરી રહ્યા હતા. એક બાજુ તેલના ભાવ આસમાને બીજી તરફ હાઇવે પર આવેલા ઢેઢુકી ગામની બાજુમાં રોડ પર તેલની નદીઓ વહેતી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
ચોટીલાથી અમદાવાદ તરફ જતા ઢેઢુકી ગામની બાજુમાં તેલ ભરેલા ટેંકરનો અકસ્માતનો બનાવ બન્યો હતો. તેલના ખાડા ભરેલા જોઈ ગામલોકો પોતાના વાસણોને લઈ તેલ ભરવા પહોંચી ગયા હતા. એમા પણ ગામ લોકોને જાણે સવારે લોટરી લાગી ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.