ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ઉત્સવનો પ્રારંભ.ગણેશ ઉત્સવમાં 11 દિવસ સુધી બાપ્પાની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને તેમને રોજ અલગ-અલગ પ્રકારનો ભોગ ધરાવામાં આવે છે.ભગવાન ગણેશજીને પ્રસાદમાં લાડૂ અને મોદક વધારે પ્રિય છે.ત્યારે તમે રોજ તેમને ધરાવવા માટે અલગ-અલગ પ્રકારના મોદક શીખી લો. આજે અમે તમને નારિયેળ મોદક બનાવવાની રીત શીખવી રહ્યા છીએ.
નાળિયેરના મોદક બનાવવાની સામગ્રી : 2 કપ સૂકા નારિયેળનું છીણ, 3/4 કપ કન્ડેન્સડ દૂધ,2 ટે.સ્પૂન ઘી,4-5 ચમચી દૂધ
નારીયેર ના મોદક બનાવવાની રીત : એક પેનમાં ઘી લઈને ગરમ થવા દો.ઘી ગરમ થાય એટલે નાળિયેરનું છીણ તેમાં 5-7 મિનિટ માટે શેકી લો.ગેસની ફ્લેમ ધીમી રાખવી.હવે તેમાં કન્ડેન્સડ મિલ્ક ઉમેરીને એક બે મિનિટ માટે શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરો અને સતત ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી દૂધ સોષાઈ ન જાય તો મિશ્રણ તૈયાર છે.
હવે મોદક બનાવવાના મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લો. તેમાં તૈયાર કરેલું થોડું મિશ્રણ ભરીને તેને પ્રેસ કરો. આ રીતે તેનો શેપ મોદક જેવો થઈ જશે. મિશ્રણમાંથી આ રીતે બધા મોદક તૈયાર કરી લો. તૈયાર છે નારીયેર ના મોદક.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.