રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્કઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું પકડી પાડ્યું હતું. દેહવ્યાપારનો ધંધો કરાવતી વડોદરાની મહિલા, હોટલ મેનેજર અને રાજકોટના પુરુષની ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે મુંબઇની એક NGO દ્વારા પોલીસને જાણ કરવામાં આપવામાં આવી હતી. રાજકોટમાં કોઇ વ્યક્તિ સગીરાને લાવી વેચવા માટે આવી છે. જેની તપાસ કરતા સગીરા પણ મળી આવી હતી અને આ સાથે કુટણખાનું પણ મળી આવ્યું હતું. જેમાં વડોદરાની મહિલા અને રાજકોટનો વ્યક્તિ ગ્રાહક પાસેથી 2 હજાર લઇ દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપતા હતા.
રાજકોટના સમાજ સુરક્ષા વિભાગ અને મુંબઇમાં NGO ચલાવતા 3થી 4 લોકો સાથે મળી મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજકોટના સદર બજાર વિસ્તાર નજીક આવેલી હોટલ પાર્કઇનમાં સંતોષ નામનો વ્યક્તિ સગીર વયની યુવતીને લાવી રૂમમાં રાખતો હતો. તેમજ સમાજ સુરક્ષા વિભાગને સાથે લઇ પોલીસ ટીમ સાંજના સમયે હોટલ પાર્કઇન પહોંચી ગઈ હતી. જ્યાં હોટલની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસને રૂમ નંબર 102માંથી બે સ્ત્રી મળી આવી હતી. જેની પૂછપરછ કરતા દેહવ્યાપારનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, હોટલના રૂમ નંબર 102માંથી મળી આવેલી બે સ્ત્રીની પૂછપરછ કરતાં વડોદરાની મહિલા જયશ્રી ચાવડા રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહક બોલાવી રૂમમાંથી મળી આવેલી 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા મેળવી ભોગ બનનારને રૂપિયા 500 આપતા હોવાની પોલીસને કબૂલાત આપી છે. પોલીસે બન્નેની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રીવેનશન એક્ટ 1956 ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સાથે મુંબઇના NGOએ આપેલી સચોટ બાતમીના આધારે હોટલમાં અન્ય રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 405માંથી સગીર વયની બાળકી મળી આવી હતી. જેને પૂછપરછ કરતા બાળકીને સંતોષ નામનો વ્યક્તિ અહીં લાવ્યા બાદ હાલ સંતોષ મથુરા ગયો હોવાનું જણાવ્યું હતું. બાળકી ગભરાયેલી હોવાથી બાળકીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખી સ્વસ્થ થયે કાઉન્સેલિંગ કરવા કાર્યવાહી હાથ ધરી છે અને કાઉન્સેલિંગ થયા બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇના NGO દ્વારા ચોક્કસ બાતમી આપવામાં આવી હતી. જેમાં સગીરાને વેચવા ઇરાદે અહીં લાવવામાં આવી હોવાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. જોકે, સગીરા ગભરાયેલી હાલતમાં હોવાથી યોગ્ય પૂછપરછ કરી શકાય તેમ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.