લોહીથી રંગાયું રાજકોટ- લગ્નના દિવસે જ વરરાજાની કારને નડ્યો ભયંકર અક્સ્માત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

રાજકોટ(Rajkot): અકસ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગોઝારા અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, વરરાજાની કારને રાજકોટ જામનગર હાઇવે(Rajkot Jamnagar Highway) પર ધ્રોલ પાસે ગોઝારો અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં કાર ચાલકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય ચાર બાળકો તેમજ ચાર પુખ્ત વયના લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજા પામનાર તમામ લોકોને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ(Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે વરરાજાની કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, રાજકોટ ખાતેથી ખીજડીયા ગામે જઈ રહેલી વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ધ્રોલ પાસે આવેલા સાંઈ મંદિર નજીક બની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું છે, જયારે અન્ય ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તમામ લોકોને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ધ્રુજાવી દે તેવા છે. પીડિત લોકોના જણાવ્યા પ્રમાણે એસ.ટી. બસના ચાલકની બેદરકારીને પગલે અકસ્માત થયો છે. સમગ્ર મામલાની જાણ થતા 108 ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યાં હતા. મૃતકનું નામ રાજુભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેલા ઈજા પામનારા લોકોના પરિવારજનોનું કહેવું છે કે, એસટી બસ ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે. જાન લગ્ન મંડપ સુધી પહોંચે તે પૂર્વે જ અકસ્માત નડ્યો છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *