ભારતમાં દિવસે ને દિવસે અકસ્માતના બનવો વધી રહ્યા છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. મંગળવારે બપોરે ગુજરાતના પાલનપુર-અંબાજી હાઇવે પર જલોત્રા નજીક થુર ગામના પાટીયા પાસે સ્કોર્પિયો ચાલકે કાબુ ગુમવતાં અલ્ટોકાર અને ઇકો ગાડી સાથે અથડાઇ હતી. અલ્ટો કારમાં સવાર ખેડબ્રહ્મા શ્યામનગરના પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે 6 લોકોને ઇજા થઈ હતી.
સ્કોર્પિયો ચાલકે કાબુ ગુમવતાની સાથે પાલનપુરથી દાંતા તરફ જઇ રહેલી અલ્ટો કાર અને ઇકો સાથે ગંભીર રીતે અથડાઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં 3 વાહનોના આગળના ભાગનો કુચો બોલી ગયો હતો. જેમાં અલ્ટો કારમાં સવાર નિવૃત શિક્ષક અને તેમનો શિક્ષક પુત્રનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતુ. જ્યારે ઇકો અને સ્કોર્પિયોમાં સવાર 6 વ્યકિતઓને ઈજાગ્રસ્ત થયેલા તમામ દર્દીને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં બાબુભાઇ માણકાભાઇ સોલંકી અને મુકેશભાઇ બાબુભાઇ સોલંકી બંને નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તોના નામ પ્રહલાદસિંહ વજેસિંહ ડાભી, જેસલસિંહ દેવુંસિંહ ડાભી, ભરતસિંહ કરશનસિંહ ડાભી, સમુબા રાજુસિંહ ચૌહાણ, પુરબા ઉદેસિંહ ચૌહાણ, અને સોનબા અમરતસિંહ ચૌહાણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.