જે મૌલવીને કારણે કિશન ભરવાડની હત્યાની ઉશ્કેરણી થઇ તેને અડધી રાતે ગુજરાત ATS એ દબોચ્યો- થયા મોટા ખુલાસા

ધંધુકા(ગુજરાત): સમગ્ર દેશમાં ચકચારી બનેલી ઘટના એવી ધંધુકાના(Dhandhuka) કિશન ભરવાડ હત્યા કેસમાં(Kishan Bharwad Murder) એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત(Gujarat) ATSએ દિલ્હીના મૌલવી મૌલાના કમર ગનીની(Maulana’s Kamar Gini) દિલ્હીથી(Delhi) ધરપકડ(arrest) કરી છે. આ હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે ગઈકાલે બે આરોપીઓની કરી હતી ધરપકડ
ગઈકાલ સુધી પોલીસે કિશન ભરવાડની હત્યા કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તે જ સમયે, મૌલાનાની ધરપકડ સાથે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શબ્બીર અને ઈમ્તિયાઝની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની ધરપકડ કરાઇ છે. તો મૌલવીને હથિયાર મોકલનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.

માસ્ટરમાઇન્ડ મૌલવી અયુબની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. મૌલવીને હથિયાર મોકલનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. અઝીમ સમાની રાજકોટના મિતાણામાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મોરબી પોલીસે અઝીમના ભાઈ વસીમની પણ ધરપકડ કરી છે.

કિશન ભરવાડ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની પૂછપરછમાં ચોંકાવાનારા ખુલાસા થયા છે. હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો. કિશન હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. મૌલાનાના તાર પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયેલા છે. દિલ્લીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ પણ સામે આવ્યું હતું, શબ્બીર ચૌપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હતી. કિશન હત્યા કેસની તપાસ ATSને તપાસ સોંપાઇ છે. પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરાશે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ડેટાની પણ તપાસ કરાશે. અમદાવાદ પોલીસે સર મુબારક મસ્જીદ પાછળથી કિશનની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ જપ્ત કરી છે.

પોલીસે ધંધુકામાં સર મુબારક બુખારી દાદાની દરગાહની પાછળના સ્થળેથી કિશન ભરવાડની હત્યામાં વપરાયેલી પિસ્તોલ અને એક બાઇક મળી આવી છે. કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમે આરોપી શબીર અને ઈમ્તિયાઝ સાથે સર મુબારકનો પીછો કર્યો હતો, જ્યાંથી હત્યામાં વપરાયેલી બાઈક અને પિસ્તોલ મળી આવી હતી. બંને આરોપીઓએ 25 જાન્યુઆરી 2022ના રોજ કિશન ભરવાડનો બાઇક પર પીછો કર્યો હતો અને ત્યારબાદ શબ્બીરે ધંધુકા શહેરના મોઢવાડા-સુંદકુવા વિસ્તારમાં રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા કરી હતી.

અહેવાલ મુજબ, પોલીસે અન્ય આરોપી અઝીમ બચા સમાના ભાઈ વસીમ સમાની પણ પૂછપરછ માટે મોરબીથી ધરપકડ કરી છે. અઝીમે અમદાવાદના મૌલવીને હથિયારો આપ્યા હતા અને આ મૌલવીએ આરોપીઓને હથિયારો આપ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી વિરુદ્ધ GUCTOC અને UAPAના કડક કાયદા હેઠળ કેસ નોંધ્યો છે. કિશન બોલિયા હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા પણ સામે આવી છે, જ્યારે ઘણા શંકાના દાયરામાં છે. તેમાંથી એક અમદાવાદનો અને બીજો મુંબઈનો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારનો મૌલવી અયુબ આ હત્યારાઓને હથિયાર પૂરો પાડતો હતો. તે જ સમયે, મુંબઈના મૌલવીએ તેને કિશનને મારી નાખવાનો આદેશ આપ્યો.

ગુજરાત સરકારે શનિવારે (29 જાન્યુઆરી 2022) કિશન બોલિયા (ભરવાડ)ની હત્યાની તપાસ આતંકવાદ વિરોધી ટુકડી (ATS)ને સોંપી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું કે, ધંડુકાની હિંસક ઘટનાનો મામલો ATSને સોંપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ પીડિતાના પરિવારને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *