Aayush Dankhara Die In Canada: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવો છે!’ આ જ માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’
સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. હાલ કેનેડા (Canada)માંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પરંતુ હાલ કેનેડામાં રહેતા એક ગુજરાતી યુવક સાથે એવી ઘટના સર્જાઈ હતી કે, ‘માતા-પિતાને રડવાનો વારો આવ્યો હતો.
કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવી છે. કેનેડામાં આવેલા ટોરેન્ટોમાં રહેતા ગુજરાતના DySPના દીકરાની લાશ મળી આવી છે. મળેલી માહિતી અનુસાર તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ટોરેન્ટો માંથી ગુમ થયો હતો.
મળેલી માહિતી અનુસાર મૂળ ભાવનગર પાસે આવેલા સીદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો પુત્ર આયુષ ડાંખરા (ઉંમર વર્ષ 23) ધોરણ-12નો અભ્યાસ કરીને સાડા ચાર વર્ષ પહેલા કેનેડા ગયો હતો. આયુષ ગત તારીખ 5 મેના રોજ કેનેડામાં આવેલા ટોરેન્ટો માંથી ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ મિત્રોએ પરિવારને સમગ્ર ઘટના વિષે જાણ કરી અને આયુષ ગુમ થયાની ફરિયાદ ટોરેન્ટો પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાવયાના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આયુષના મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાની પોલીસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, રિપોર્ટ તપાસી રહ્યા છે અને CCTV ફૂટેજ વગેરે ચેક કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે અમે તેનું લોકેશન પણ તપાસી રહ્યા છીએ, તેથી જાણવા મળે કે, આયુષ ક્યાંથી કયાં ગયો હતો.
અહી નોંધનીય છે કે, આજથી 20 દિવસ પહેલાં અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકનો પણ કેનેડામાં ગુમ થવા બાદ મૃતદેહ મહી આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં જ ભણતો હતો. ત્યારે આયુષ પણ આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. આ ઉપરાઉપરી બે શોકિંગ બનાવથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.