દિવસેને દિવસે લવજેહાદની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના વડોદરામાં વધુ એક લવજેહાદની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. મુસ્લિમ યુવકો જાણે ‘હિન્દુઓ અને સરકારને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે અમે તો હિન્દુ દીકરીઓની જિંદગી બરબાદ કરીશું, તમારાથી થાય તે કરી લ્યો…’ લેવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં એક વિધર્મી યુવકે હિન્દુ યુવતીના 35 ટુકડા કરી યુવતીને દર્દનાક મોત આપ્યું હતું. આવી તો અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે.
વડોદરાના જુના પાદસ રોડ વિસ્તારમાં અનીશ મહંમદઅલી બંજારા નામના મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવી હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. જ્યારે હિન્દુ યુવતીને આ વાતની જાણ થઈ ત્યારે હિન્દુ દીકરીએ બીજે લગ્ન કરી લીધા હતા. ત્યારે આ વિધર્વે યુવકે યુવતીના પિયરમાં જઈ માતાને ધમકી આપી હતી કે, ‘તારી દીકરી મારી નહીં થાય તો હું કોઈની નહીં થવા દઉં, હું તેને જાનથી મારી નાખીશ.’
આજથી ચાર વર્ષ પહેલા પિનલ (નામ બદલેલું છે) વડોદરાના એક ગાર્ડનમાં અનીશ મહંમદઅલીને મળી હતી. આ મુલાકાત સમય વીતતા પ્રેમમાં પરિણમી હતી. ત્યારે બંને વચ્ચે એક વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો અને બંનેએ મરજી મુજબ શરીર સંબંધ પણ બાંધ્યા હતા. ત્યાર પછી યુવતી ને જાણ થઈ કે, અનીશ વિધર્મી છે અને મારી જેવી કેટ-કેટલી યુવતીઓ સાથે સંબંધ રાખે છે, જેના કારણે પીનલે અનિલ સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને તેના પરપ્રાંતમાં લગ્ન કરી લીધા હતા.
શરૂઆતમાં યુવતીને જાણ નહોતી કે આ યુવક વિધર્મી છે. પ્રેમ અને શારીરિક સંબંધ દરમિયાન અનીસે પીનલ સાથેની અંગત પળોના ફોટો-વિડિયો પણ લઈ લીધા હતા. જે વાયરલ કરવાની ધમકી અનીશ આપવા લાગ્યો હતો. અને વારંવાર પીનલ ને કહેતો હતો કે ‘તારે મારી પાસે જ આવવું પડશે…’
ગયા રવિવારે અનીશ યુવતીના ઘરે પહોંચ્યો હતો અને યુવતીની માતાને અંગત પળોના વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી અપશબ્દો પણ આપ્યા હતા. વધુમાં ધમકી આપી હતી કે, ‘જો તારી દીકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થવા દઉં અને તેને પતાવી દઈશ.’ જેને પગલે પીનલે રવિવારના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે અનીશ બંજારાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.