ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા તો છે તેના ફાયદા, માત્ર એક ક્લિક કરીને જાણો અહીં

સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે. અને અમે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે છે સુવા. સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે વળી પચવામાં હલકા છે.

સુવાનાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ ભારતમાં સર્વત્ર થાય છે. તેની ખેતી પણ ઘણી થાય છે. આયુર્વેદ પ્રમાણે આ સુવા સ્વાદમાં સહેજ કડવા અને તીખા, બળપ્રદ, હૃદય માટે હિતકારી, પાચક, ગરમ, વાયુનાશક, મૂત્રનું પ્રમાણ વધારનાર તેમજ કફ, કૃમિ, શૂળ, આફરો તથા વાયુના વિકારોને મટાડે છે. પ્રસૂતા સ્ત્રીનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓનો નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે.

મતલબ કે, સુવા નો આખો છોડ જ પેટ માટે ખુબ લાભદાયી છે.

૧. સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.

૨. સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

૩. સુવાના ગુણોનો લાભ લેવા પા થી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

૪. જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.

૫. સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

૬. રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *