ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો દારૂના બંધારણીઓ માટે અને મોજમસ્તી માટે ગુજરાતમાં ઠેર ઠેર ઠેકાઓ ઉભા કરી અને હોમડિલિવરી મારફતે દારૂ પહોંચાડી રહ્યા છે. હાલ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ રાજસ્થાન તેમજ હરિયાણાથી મોટી માત્રામાં ગુજરાતની સરહદો પરથી અવનવી તરકીબો અજમાવી ગુજરાતમાં ગુસાડવામાં આવે છે. ત્યારે ફરી આવી જ એક ઘટના સામે આવી છે.
અમરેલીમાં પોલીસ એક પોલીસકર્મી દોઢ લાખના દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસને બાતમી મળી હતી અને બાતમીને આધારે તેમણે લીમખેડા પોલીસ વટેડા પાસે નાકાબંધી કરી. તે દરમિયાન ત્યાથી એક સ્કોર્પિયો નીકળી અને પોલીસની બાતમી ખરી નીવડી. કારણકે સ્કોર્પિયોમાંથી પોલીસને દોઢ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. અને સ્કોર્પિયોમાં બીજુ કોઈ નહી પરંતુ એક પોલીસ કોન્સ્ટેબલ હતો જેની ધરપકડ કરવામાં આવી. જોકે સમગ્ર મામલે કોન્સ્ટેબલનો હજુ એક સાથી ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.
અમરેલી નો પોલીસકર્મી 1.50 લાખના દારૂ સાથે ઝડપાયો છે. બાતમીના આધારે લીમખેડા પોલીસે વટેડા પાસે નાકાબંધી કરી હતી. જેમાં 1.50 લાખના વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો સાથે એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો જ્યારે હજુ પણ અન્ય એક સાથીદાર ફરાર છે. લીમખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.