સુરત(Surat): ચોમાસા (Monsoon)ની શરૂવાત થતા જ રોગચાળો ફેલાતો હોય છે. તેમાં પણ આ વર્ષે ગુજરાત (Gujarat)માં મેઘકહેર સર્જાયો હતો. ભારે વરસાદ પડ્યા હાલ તો સુરતમાં બાદ ઉઘાડની સ્થિતિ સર્જાઈ છે. પરંતુ રોગચાળો વધ્યો હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચકતા ઝાડા ઉલટી અને તાવના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. ત્યારે નવાગામ(Navagam) ડીંડોલી વિસ્તાર (Dindoli area)ની અઢી વર્ષીય બાળકીનું ઝાડા ઉલટીના કારણે મોત થયું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સવારે ચાર વાગ્યે ઝાડા ઉલટી થયા:
રોગચાળાએ માથું ઉચકતા બાળકોને ઝપેટમાં લીધા છે. ત્યારે માહિતી મળી આવી છે કે, નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતી અઢી વર્ષીય હંસિકા સૂરજ ગૌતમનું ઝાડા ઉલટીના કારણે મોત થયું હતું. હંસિકાને સવારે ચાર વાગ્યાથી સતત જાડા ઉલટી થઈ રહ્યા હતા. જેને પગલે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
પરિવારનો શોકમાં ગરકાવ:
ઘટનાને પગલે બાળકીના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ અંગે હંસિકાના પિતા સુરજ ગૌતમે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં રોગચાળો વધી રહ્યો છે. એ દરમિયાન આજરોજ વહેલી સવારે હંસિકા રડવા લાગી હતી. જેથી તેની માતા અને હું જાગી ગયા. ત્યારબાદ હંસિકા સતત ઝાડા ઉલટી કરવા લાગી હતી. જેથી અમે એને તાત્કાલિક હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.