ડાન્સરને જોઈ જાહેરમાં જ ભાન ભૂલ્યા પૂર્વ ધારાસભ્ય- કુર્તો ઉઠાવી સ્ટેજ પર કરવા લાગ્યા… -જુઓ વિડીયો

JDUના પૂર્વ ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ(Shyam Bahadur Singh) એક વખત ફરી ચર્ચાનો વિષય બન્યા છે. સીવાનમાં ડાન્સર સાથે ઠુમકા લગાવતો તેમનો એક વિડીયો વાયરલ(Viral video) થવા પામ્યો છે. આ દરમિયાન તેઓ ભોજપુરી ગીત ‘દારૂ બાજારુ હ ચઢ જાલા હો’ ગીત પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. વાયરલ વિડીયો 1 જાન્યુઆરીની રાત્રીના સમયનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે. JDUના પૂર્વ શ્યામ બહાદુર સિંહની ઉંમર 59 વર્ષની છે.

મહત્વનું છે કે, નવા વર્ષ પર, સીવાનના જીબી નગર તરવારા પોલીસ સ્ટેશન વિસ્તારના તરવારા બજારમાં બર્થ-ડે પાર્ટી યોજવામાં આવી હતી અને જ્યાં બધરિયા વિધાનસભાના પૂર્વ JDU ધારાસભ્ય શ્યામ બહાદુર સિંહ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જન્મદિવસની પાર્ટીમાં ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓર્કેસ્ટ્રા શરૂ થતા જ પૂર્વ ધારાસભ્ય પોતાને ડાન્સ કરતા રોકી શક્યા ન હતા. ત્યાર પછી તેઓ સીધા સ્ટેજ પર ચડી ગયા હતા અને પોતાનો કુર્તો ઉઠાવી સ્ટેજ પર જ ઠુમકા મારવા લાગ્યા હતા.

આ વિડીયોમાં તમે જોઈ શકો છે કે, સ્ટેજની નીચે દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દર્શકો તેમના મોબાઈલ કેમેરામાં પૂર્વ ધારાસભ્યના આ દ્રશ્યો કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, વાયરલ વિડીયો 1 મિનિટ 13 સેકેન્ડનો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ પ્રથમ વખત નથી. આ અગાઉ પણ ઘણી વાર શ્યામ બહાદુર સિંહ પોતાની જુદી જુદી પ્રવૃતિના કારણે ચર્ચામાં આવી ચુક્યા છે.

ત્યારે આ વખતે ફરી ડાન્સ સાથે તેમનો વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યા છે, જેના કારણે તેમના વિસ્તારમાં તેમના નામની પણ ચર્ચા વધુ ઝડપી બની ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *