મોરબી ઝુલતા પુલના મુખ્ય ગુનેગાર ગણાતા જયસુખ પટેલને ગુજરાત પોલીસ અને તેના રાજકીય આકાઓ એ ભગાવી દીધો હોય તેવો સીન સર્જાયો છે. પહેલેથી જ ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ (Oreva Jaysukh Patel) નો બચાવ કરી રહેલી પોલીસ શંકાના ઘેરામાં છે. વોચમેન, ટિકિટ કલેક્ટર સહિતના નાના માણસોને ફીટ કરી દઈને મોરબી પોલીસ એ સિંહ માર્યો હોય તેમ વાહવાઈહી લૂંટી હતી. પરંતુ Oreva કંપનીના માલિક જયસુખ પટેલ કે જે આ બ્રિજનું રીનોવેશન કરીને રીબીન કાપીને સિક્કા પાડનાર વ્યક્તિ છે. તેની વિરુદ્ધ પોલીસે નોંધનીય કાર્યવાહી પણ કરી નથી.
મોરબીના વકીલ મંડળ દ્વારા પણ આરોપી બનાવાયેલા પરિવારજનોને વકીલ તરીકે કેસ ન લઈને આડકતરી મદદ જયસુખ પટેલને કરી હોવાની લોક ચર્ચા પણ મોરબીમાં જ થઈ રહી છે. મોરબીના એક પણ વકીલને જયસુખ પટેલ આરોપી બનવો જોઈએ. અને તેની ધરપકડ થવા પોલીસ પર કોર્ટ દબાણ કરે તેવું ન સુજતા હવે કાયદાના જાણકારો પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
રાજકોટના સ્થાનિક દૈનિક ખાસ ખબર અનુસાર હરિદ્વારમાં છુપાઈને રહેલા જયસુખ પટેલને પકડવા ના ગયેલી પોલીસ ને હાથ તાળી દઈ. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અમેરિકા USA પરિવાર સાથે પહોંચી ગયા હોવાની માહિતી સામે આવી છે. જયસુખ પટેલના મોટાભાઈ ને અમેરિકામાં મોટેલ્સનો મોટો બિઝનેસ છે. અને જયસુખ પટેલ નો પરિવાર પણ ત્યાં જ પનાહ લઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ઓરેવા કંપનીના મેનેજર દીપક નવીનચંદ્રભાઈ પારેખ, દિનેશ મહાસુખરાય દવે, મનસુખ વાલજીભાઈ ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી, પ્રકાશ લાલજીભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલ્સિંગ ચૌહાણ એમ નવ આરોપીઓને ઝડપી લીધા હતા. જે કેસમાં પોલીસે તપાસ માટે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને ફર્ધર રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.