ભગવાન દેખાતા નથી પરતું કહેવાય છે કે ભગવાન કોઈના કોઈ રૂપે આપણી મદદ કરવા માટે આવી જતા હોય છે. ત્યારે જાણવા મળ્યું છે કે, એક યુવકે છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું. આ યુવક ઓરિસ્સા(Orissa)ના વતની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ યુવકનું નામ સુશીલ રામચંદ્ર સાહુ છે. તેની ઉંમર 33 વર્ષ છે જેને ડોનેટ લાઈફ(Donate Life) દ્વારા તેના કિડની(Kidney), લિવર(Liver), આંખ(Eye) અને હૃદયનું દાન(Donation of heart) કરી દીધું હતું. જેના દ્વારા છ વ્યક્તિઓને નવજીવન મળ્યું હતું અને આ કરીને સુશીલ રામચંદ્ર સાહુ(Sushil Ramchandra Sahu)એ માનવતાની મહેક લોકોમાં ફેલાવી સમાજને નવી દિશા તરફ વાળ્યો હતો.
સુશીલ રામચંદ્ર સાહુનું હૃદય સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટથી લઇ જઈને 1610 કિલોમીટર દુર ફક્ત 221 મીનીટમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જે હૃદય ત્યાની રહેવાસી 47 વર્ષીય એક વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ હૃદય હવાઈ માર્ગ દ્વારા ચેન્નાઈ પહોચાડવામાં આવ્યું હતું. તેમજ બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી લિવરને રોડ માર્ગ દ્વારા અમદાવાદ લઇ જવામાં આવ્યું હતું.
જયારે જાણવા મળ્યું છે કે, ફેફસાંને મુંબઈની સર H.N રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને આપવામાં આવ્યા છે. જયારે આ બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 52 અને 53 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. તેમજ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના એક રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે જાણવા મળ્યું છે કે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ જેનામાં કરવાનું હતું તેને કોવીડનો RTPCRનો રીપોર્ટ પોઝીટીવ આવવાના કારણે તે ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું ન હતું.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ દ્વારા પાનીના માર્ગદર્શનથી ડોનેટ લાઈફની મદદથી એર કાર્ગો મારફત ઓરિસ્સા મોકલી દેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે આ યુવક ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી છે. જે સાયણમાં આવેલ સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં તે કામ કરતો હતો. તારીખ 26 જાન્યુઆરી બુધવારના રોજ સુશીલનું બ્લડપ્રેસર વધી જતા તે બેભાન થઇ ગયો હતો. જેના કારણે તેને તાત્કાલિકપણે સાયણ જનરલ હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જયારે વધુમાં જાણવા મળ્યું છે કે તેને વધુ સારવાર માટે તેને સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટમાં લાવવામાં આવ્યો હતો. જયારે ડૉ.મહેન્દ્ર રાવલની સારવાર હેઠળ દાખલ કરી સુશીલની સારવાર શરુ કરી દેવામાં આવી હતી. સારવાર માટે કરવામાં આવેલ સીટી સ્કેન કરાવતા જાણવા મળ્યું છે કે, તેને હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ગુરુવારને 27 જાન્યુઆરીના રોજ બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના ડોક્ટરોએ સુશીલને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના ડૉ.મહેન્દ્ર રાવલે ડોનેટ લાઈફના સ્થાપકે પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી સુશીલના બ્રેઈનડેડની આ અંગેની તમામ જાણકારી આપી હતી.
વણાટખાતામાં કામ કરતા સુશીલને ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આ અંગે તમામ જાણકારી આપી હતી. જયારે વધુમાં સુશીલના ભાઈઓએ જણાવ્યું હતું કે, અમે એકવાર ટીવીમાં જોયું હતું કે અંગદાન પણ કરવામાં આવે છે તેથી અમે વિચાર્યું હતું કે મૃત્યુ પછી આપણું શરીર બળીને રાખ જ થવાનું છે, તો આપણે મૃત્યુ પછી જો અંગ દાન કરી દઈએ તો બીજા લોકોને તો નવજીવન મળશે! તે વિચાર કરીને અમે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
અત્યાર સુધીમાં કુલ ચાલીસ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કરવામાં આવ્યા છે. જયારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં ખુબ જ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદય દેશના જુદા જુદા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે જેમ કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ વગેરે. જયારે ડોનેટ લાઈફ દ્વારા હ્રદય, કિડની અને લિવરને સમયસર પહોચાડવા માટે બે ગ્રીન કોરીડોર પણ બનાવવામાં આવ્યા હતા. તેમજ આ ડોનેટ લાઈફને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસએ પણ સહકાર આપ્યો હતો.
તેમજ સુશીલના માતા-પિતા હાલ ઓરિસ્સામાં રહે છે. સુશીલના માતા-પિતા સુશીલના અંતિમ દર્શન કરી શકે તે માટે સુશીલના મૃતદેહને ઓરિસ્સા લઇ જવામાં આવ્યો હતો. જયારે સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન દ્વારા અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો અને તેમના પરિવારજનોને વિમાન દ્વારા ઓરિસ્સા મોકલી આપવામાં આવ્યા હતા.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 418 કિડની, 178 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 322 ચક્ષુઓ સહીત કુલ 996 અંગો અને 909 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.