PM નરેન્દ્ર મોદીના જન્મદિનની સુરતીઓ અનોખી રીતે કરશે ઉજવણી: કેકને બદલે 71 કિલોની જલેબી બનાવશે

સુરત (ગુજરાત): ગુજરાત (Gujarat) માં આવેલ સુરત શહેર (Surat City) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 71માં જન્મદિન (Birthday) ને લઈ ભાજપ દ્વારા ‘નમોત્સવ કાર્યક્રમ’ (Namotsav program) નું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બરે PM નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સુરતના આંગણે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. વડનગરથી વડાપ્રધાન સુધીની નરેન્દ્રની અદ્ભુત જીવન યાત્રા લોક કલાકાર સાંઈરામ દવે “નમોત્સવ” કાર્યક્રમમાં ગીતો તથા વાતોના માધ્યમથી મંચ પર જીવંત કરશે.

સંસ્કૃતિ અને પરંપરાના સૌને દર્શન થશે:
આ સમગ્ર આયોજનને લઈ ભાજપ સુરત મહાનગર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા જણાવે છે કે, PM નરેન્દ્ર મોદીના 71માં જન્મદિન નિમિતે “નમોત્સવ” નું આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ બની રહે તે માટેનો નિર્ધાર પહેલેથી જ કરવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રખ્યાત તેમજ લોકપ્રિય કલાકાર સાંઈરામ દવેને સુરતમાં આમંત્રિત કરાયા છે.

કલાકારો એ એવી સુંદર કૃતિ રજૂ કરશે કે, એ કૃતિના માધ્યમથી PM નરેન્દ્રભ મોદીના નાનપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીના જીવન સફરને મંચ પર જીવંત કરવામાં આવશે. આની સાથે-સાથે જ કલાકારો ભારત તેમજ ગુજરાતની સંસ્કૃતિ તથા પરંપરાના સૌને દર્શન કરાવશે.

71 વિદ્યાર્થીઓને દત્તક લેવામાં આવશે:
સ્થાઈ સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ જણાવે છે કે, ફક્ત કાર્યક્રમ મારફતે જ જન્મદિનસની ઉજવણી નહીં થાય પરંતુ આ પ્રસંગે સમાજને પ્રેરણા મળી રહે એ માટે સામાજિક કાર્ય પણ કરવામાં આવનાર છે. મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં અભ્યાસ કરતા 71 બાળકોને દત્તક લેવાશે કે, જેઓ CA બનવા માંગે છે.

આ બાળકોનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ થાય ત્યા સુધીનો બધો જ ખર્ચ સામાજિક અગ્રણીઓ તથા સંસ્થાઓ દ્વારા ભોગવવામાં આવશે કે, જેમને સી.એ. હરિ અરોરા, પ્રકાશભાઈ ધોરિયાણી તથા દિનેશભાઈ ચૌધરી દ્વારા આ કાર્ય માટે સાથે લાવીને એકજુટ કરવામાં આવ્યા છે.

કેકને બદલે 71 કિલોની જલેબીનું કટિંગ થશે:
સુરતના મેયર હેમાલીબેન ભોગાવાલા જણાવે છે કે, સામાન્ય રીતે જન્મદિન પર કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ અમારા દ્વારા કેક કટિંગને બદલે જલેબીની કટિંગ કરવામાં આવશે. આની માટે ખાસ 71 કિલોની એક વિશાળ જલેબી બનાવાઈ છે કે, જેને કટિંગ કર્યા બાદ અનાથાશ્રમના બાળકોમાં વહેંચવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *