આજે સમગ્ર વિશ્વ ‘ફાધર્સ ડે’ ની ઉજવણી કરે છે. આજના યુવાનો અને યુવતીઓ સોસીયલ મીડિયામાં તેનો પોતાનો અને પપ્પાનો ફોટો અપલોડ કરે છે.અને ‘ફાધર્સ ડે’ની ઉજવણી કરે છે. પરંતુ આ લોકો જાણતા નહિ હોય કે ખરેખર ‘ફાધર્સ ડે’ની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તો ચાલો આપણે જાણીએ કે ‘ફાધર્સ ડે’ ખરેખર શું છે ?
‘ફાધર્સ ડે’ની ઊજવણીની શરૂઆત પશ્ચિમ વર્જિનિયાના ફેયરમોટમાં જૂન 1908માં કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1907માં પશ્ચિમ વર્જિનિયામાં મોનોગારમાં એક ખાણ ખોદતી વખતે બનેલી દુર્ઘટનામાં 210 જેટલા શ્રમિકો દટાઈને મૃત્યુ પામ્યાં હતા. આ તમામ મૃતકો પહેલી વાર પિતા બન્યા હતાં.
દીકરીઓના લગ્ન કરાવડાવીને પાલક પિતા બનવાની સેવા કરતા સવાણી પરિવારના મહેશભાઇ સવાણીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આ જ પરંપરાને આગળ ધપાવતા ફરી એકવાર અબ્રામા ખાતે અનાથ,માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૨૬૧ ખ્રિસ્તી, હિન્દુ અને મુસ્લિમ દિકરીના એક જ મંડપમાં વૈદિક વિધિથી, ખ્રિસ્તી રીતીરિવાજ મુજબ અને નિકાહ એમ ત્રણેય વિધિથી લગ્ન કરાવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને દિકરીઓનું કન્યાદાન કર્યુ હતુ.
સવાણી પરિવાર તથા મોવલિયા પરિવાર માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર 261 દીકરીઓનું કન્યાદાન કરી સાસરે વળાવી હતી. 261 દીકરીઓમાં 6 મુસ્લિમ દીકરીઓના નિકાહ જ્યારે ત્રણ ખ્રિસ્તી અને 252 હિન્દુ દીકરીઓએ પોત-પોતાના સમાજના રીતિ-રિવાજ પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.