હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આપને તો જાણ હશે જ કે ક્રિક્રેટની દુનિયામાં બાદશાહ તેમજ ક્રિક્રેટનાં ભગવાન તરીકે માત્ર એક જ વ્યક્તિ જાણીતો છે, અને એ છે સચિન તેંડુલકર. તો આવો જાણીએ એમની અમુક વિશેષતાઓ ..
સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સદીઓ ફટકારનાર મહાન બેટ્સમને જેને ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તે સચિન તેંડુલકરની એવી કેટલીય સદીઓ અધુરી રહી ગઈ જેમાં અમ્પાયરે એમને ખોટી રીતે આઉટ પણ કર્યા હોય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 જેટલી સદી ફટકારનાર બેટ્સમેન ઘણીવાર અમ્પાયરનાં ખોટા નિર્ણયથી પીડાતો હોય છે.
જ્યારે તે સદીની ખૂબ જ પાસે હોય ત્યારે આવા નિર્ણયથી સચિનનાં પ્રશંસકો ખુબ જ નિરાશ થયા હોય એવી તો ઘણી ઘટનાઓ સામે આવતો હોય છે.આવી જ એક મોટી ભૂલ અમ્પાયર સાઈમન ટોફેલે જ કરી હતી. આ ભૂલનો અમ્પાયરને આજીવન અફસોસ રહ્યો હતો.
ઇંગ્લેન્ડની સામે રમાયેલ ટ્રેન્ટ બ્રિજ વર્ષ 2007ની ટેસ્ટમાં આવી જ એક ભૂલ કરવામાં આવી હતી. જ્યારે અનુભવી અમ્પાયરનાં ખોટા નિર્ણયને કારણે સચિન સદી ચુકી ગયો હતો. જો, કે ત્યારપછી અમ્પાયર તેમજ સચિન જીવનભર ખુબ જ સારાં મિત્રો બનીને રહ્યા હતાં.
આ વાત સચિનને વધુ મહાન બનાવે છે. હાલમાં એક ખુબ જ ચર્ચિત શોમાં અમ્પાયર સાઈમન ટોફેલે આ વાત પર ખુબ જ ચર્ચા પણ કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું, કે સચિન તેંડુલકરને ખોટી રીતે આઉટ આપ્યા બાદ તેની મિત્રતા અગાઉ કરતાં પણ વધુ ગાઢ બની છે.
વર્ષ 2007ની તે ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટમાં ટોફેલ અમ્પાયર હતા. જ્યારે સચિન એની સદી સુધી પહોંચી જ રહ્યો હતો ત્યારે ટોફેલે પોલ કોલિંગવુડનાં બોલ પર સચિનને આઉટ જાહેર કર્યો હતો. TV રિપ્લેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું હતું, કે બોલ ઓફ સ્ટમ્પથી માત્ર 1 ઇંચ દૂર રહ્યો હતો.
ટોફલે જણાવતાં કહ્યું, બીજે દિવસ સવારે હું સચિનની નજીકથી મેદાન પરથી પસાર થઈ રહ્યો હતો. હું ત્યાં સચિનની નજીક આવ્યો અને તેને જણાવતાં કહ્યું, જુઓ ગઈકાલે હું ખોટો જ હતો, તમે જાણો છો ? મેં એ જોયું તેમજ મારી જાતને ખોટી પણ પડી. ‘ મારો નિર્ણય તદ્દન ખોટો જ હતો.
ત્યારપછી સચિને જણાવતાં કહ્યું, ‘જુઓ સાઈમન હું પણ જાણું જ છું, કે તમે સારા અમ્પાયર છો, તમે પણ વારંવાર ભૂલો કરતાં નથી, બરાબર હવે તેની ચિંતા પણ ન કરો.’ જે થવાનું હતુ તે થઈ ગયું. મને આ વાતનો જરાય પણ અફસોસ નથી.
સાઈમને જણાવતાં કહ્યું, કે હું સચિનને મારી ભૂલ બદલ માફી માંગતો ન હતો એ તો મને સારું લાગે એટલે કહેતો હતો. અમે બંને એકબીજાનાં કામ પણ કરી રહ્યા હતા. હું જાણું જ છું, કે એ આ નિર્ણયથી જરાય ખુશ ન હતો તથા હું તેમને ખાતરી પણ આપવા માંગતો હતો કે આવું હવે ફરીથી નહીં જ થાય. ત્યારપછી અમારા બંનેનો એકબીજા પ્રત્યેનો આદર પણ ખૂબ જ વધ્યો હતો. અમારા સંબંધોમાં પણ અમારો વિશ્વાસ આજે પણ એટલો જ યથાવત રહેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP