અકબરુદીન ઓવૈસી કે જે કટ્ટર મુસ્લિમવાદી નેતા તરીકેની ઓળખ ધરાવે છે તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર માટે તેલંગાણા સરકાર પાસેથી ફંડ ની માંગણી કરી છે. ઓવૈસીએ મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવને રવિવારે એક આવેદન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવેદનમાં શહેરમાં આવેલ સિંહવાહિની મહાકાળી ના જીણોદ્ધાર માટે 10 કરોડ રૂપિયા તેમજ અફઝલગંજ મસ્જિદની મરમ્મત માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી છે.
Hyderabad: AIMIM leader Akbaruddin Owaisi yesterday met Telangana Chief Minister K Chandrasekhar Rao&requested him to develop Simhavauhini Mahankali Temple at Lal Darwaja in Old city. Akbaruddin Owaisi also requested CM to sanction Rs 3 Crore for renovation of Afzalgunj Masjid. pic.twitter.com/9fTBhEvneM
— ANI (@ANI) February 9, 2020
ઓવૈસીએ તેલંગાણા શહેરમાં આવેલ પ્રગતિ ભવન સ્થિત મુખ્યમંત્રી આવાસ માં ચંદ્રશેખર રાવ સાથે રવિવારે મુલાકાત કરી. મુખ્યમંત્રી રાવે પણ એઆઈએમઆઈએમ ના ધારાસભ્ય ઓવૈસી ને મંદિર અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે ધન આપવાનું આશ્વાસન આપ્યું છે. જણાવી દઈએ કે આ પ્રથમ વખત જ છે જ્યારે હવે છીએ મંદિરને લઇને સરકાર સમક્ષ કોઈ માંગ રાખી છે.
ઓવૈસી પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ છેઅકબરુદીન ઓવૈસી પોતાના કટ્ટર મુસ્લિમવાદી સ્વભાવ અને ધાર્મિક કારણોને કારણે ચર્ચામાં રહે છે. તેમના પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં અદાલતમાં ઘણા બધા કેસ ચાલી રહ્યા છે. કટ્ટર હિન્દુવાદી બીજેપી નેતા રાજા સિંહે પણ જુના શહેરમાં સ્થિત અહમદ શાહી મસ્જિદ નો પ્રવાસ કર્યો છે અને મસ્જિદ ના જીણોદ્ધાર માટે સહયોગ આપવાનો ભરોસો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે બન્ને ઓવૈસી ભાઈઓ મોદી સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ નાગરિકતા સંશોધન કાયદાનો પણ બંને ભાઈઓએ જોરદાર વિરોધ કર્યો હતો. સાથે જ આ કાયદા વિરુદ્ધ દેશભરમાં ચાલી રહેલા આંદોલનને પણ તેઓ સમર્થન આપી રહ્યા છે.