ગુજરાતની દીકરીએ રચ્યો ઈતિહાસ- ટોક્યો પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચી વિક્રમ રેકોર્ડ સર્જ્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ફાઇનલમાં પહોંચીને વિક્રમ રેકોર્ડ સર્જ્યો છે. ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભાવિના પટેલે ચીનની ઝેંગ મિયાઓને 3-2થી હરાવી હતી. ભાવિના પટેલે સેમિફાઇનલ મેચ 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી જીત મેળવી હતી.

અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા તો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના પાસે ભારતની સૌપ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની તક રહેલી છે. વર્ષ 2016 માં પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં તથા પેરાલિમ્પિક્સમાં દીપા મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે, બંને ખેલાડીઓ અંતિમ મેચ હારી ગયા હતા.

પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં ભાવિનાબેન પટેલ પ્રવેશ કરી ચુકી છે. એની પાસે દેશની સૌપ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની સુવર્ણ તક રહેલી છે. અત્યાર સુધીમાં કોઈપણ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા તો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. 

ક્વાર્ટર ફાઇનલ મેચ ફક્ત 18 મિનિટમાં જીત મેળવી:
પહેલા પણ ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભાવિનાએ સર્બિયાના બોરીસ્લાવા રેન્કોવિચ પેરીકને સતત 3 ગેમમાં 11-5, 11-6, 11-7થી હાર આપી હતી. વિમેન્સ સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીમાં ભાવનાબેને અંતિમ-16 માં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને હાર આપી હતી. જોયસે વર્ષ 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે આ મેચમાં ફક્ત 18 મિનિટમાં જીત મેળવી લીધી હતી.

12 વર્ષની ઉંમરમાં પોલિયો હોવાનું નિદાન થયું હતું:
ભાવનાબેનને ફક્ત 12 વર્ષની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું. તેણીએ ક્વાર્ટર ફાઇનલ મેચ પછી જણાવ્યું હતું કે, દેશવાસીઓના સમર્થનને લીધે હું મારી ક્વાર્ટર ફાઇનલ મેચ જીત મેળવવામાં સફળ રહી હતી. કૃપા કરીને મને સપોર્ટ કરતા રહો કે, જેથી હું મારી સેમિફાઇનલ મેચ પણ જીતી શકું.”

વ્હીલચેરમાં રમતા ખેલાડીઓ:
પેરા ટેબલ ટેનિસમાં કુલ 11 કેટેગરી છે. 1 થી 5 કેટેગરીના ખેલાડીઓ વ્હીલચેરમાં રમે છે. વર્ગ 6 થી 10 ના ખેલાડીઓ ઉભા રહીને રમી શકે છે. વર્ગ 11 ના ખેલાડીઓ માનસિક રીતે અસ્વસ્થ હોય છે. ભારતની ભાવિનાબેન પટેલ પણ વ્હીલચેરની મદદથી સેમીફાઇનલમાં પ્રવેશ કરી ચુકી છે.

આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિ (IPC) ની સંચાલન સમિતિ દ્વારા વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનનાં મેડલ ઇવેન્ટ્સમાં ત્રીજા સ્થાને પ્લે-ઓફ દૂર કરવા તેમજ હારી ગયેલા સેમિફાઇનલિસ્ટ બંનેને બ્રોન્ઝ મેડલ આપવાની વિનંતી સ્વીકારી હતી. ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલ આ વીડિયોમાં કહ્યું હતું કે, ‘તે નિશ્ચિત છે કે, અમે તેને મેડલ જીતતા જોઈશું. સેમી ફાઇનલ તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *