પાકિસ્તાન ની અવળચંડાઈ : પાકિસ્તાને બંધ કરી સમજોતા એક્સપ્રેસ , ૩૭૦ ની અસર

જમ્મુ કાશ્મીરમાંથી ભારતે 370 કલમ હટાવી દીધા બાદ પાકિસ્તાન રઘવાયુ થઈ ચુક્યુ છે. ભારત સાથે પોતાના વેપારી સબંધો તોડ્યા બાદ હવે પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પણ રોકી દીધી છે.

પાકિસ્તાને પોતાના ટ્રેન ડ્રાઈવર અને ગાર્ડને સમજોતા એક્સપ્રેસ સાથે મોકલવાનો ઈનકાર કરી દીધો છે. ભારત પાક સરહદના અટારી આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશનના સુપ્રિટેન્ડેન્ટ અરવિંદ કુમારે કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી આજે સમજોતા એક્સપ્રેસ ભારત આવવાની હતી પણ એ દરમિયાન પાકિસ્તાનથી સંદેશ આવ્યો હતો કે, ભારત પોતાના ડ્રાઈવર અને ક્રુ મેમ્બરને મોકલીને સમજોતા એક્સપ્રેસ લઈ જાય.

તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન આ નિર્ણય પાછળ ટ્રેન ડ્રાઈવરની સુરક્ષાનુ કારણ આગળ ધરી રહ્યુ છે.હવે જે ભારતીય રેલ ડ્રાઈવર પાસે પાકિસ્તાનના  વિઝા છે તેમને સમજોતા એક્સપ્રેસ લેવા માટે મોકલવામાં આવશે.

પાકિસ્તાને આ પહેલા ભારત માટેની 9 એરસ્પેસ પૈકીની 3 એરસ્પેસ પણ બંધ કરી દીધી છે.બાકીની 6 એરસ્પેસ પણ વહેલી તકે બંધ કરવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *