કોરોના વાયરસ ના કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ કેટલાક સમયથી ઠપ છે. જોકે કોઈને જાણ નથી કે ખેલાડી મેચ રમવા ક્યારે મેદાનમાં ઉતરશે. ટી 20 વર્લ્ડ કપ 2020 થશે અથવા આ ટુર્નામેન્ટ 2022 સુધી રદ કરવામાં આવશે કે નહિ આ અંગે જવાબ ગુરૂવારે મળી જશે. કારણ કે, મળતી માહિતી અનુસાર, ગુરૂવારે આઈસીસીની બેઠક થવાની છે. જેમાં ટી 20 વર્લ્ડ કપને 2 વર્ષ માટે સ્થગિત કરવાની જાહેરાત થશે એવી અટકળો ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે હાલ બધી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રદ કરવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના કારણે સ્ટેડિયમમાં લોકોને આવવાની મંજૂરી નહીં મળે અને આઈસીસી મોટી ટુર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં કરવાનું ટાળશે.
પાકિસ્તાન બોર્ડે આ વર્ષે ટી20 વિશ્વ કપ સ્થગિત કરવાના કોઈ પણ નિર્ણયનું સમર્થન કરવાની ના પાડી છે. કારણે કે, તેનાથી સંપૂર્ણ ઇન્ટરનેશનલ કેલેન્ડર વિખેરાઈ જશે. પીસીબીના એક અધિકારીએ ગુરૂવારે થનારી ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ(ICC) ની બેઠક પહેલા કહ્યું કે પાકિસ્તાન આ મામલે આઈસીસીના નિર્ણયની રાહ જોશે.
ICCના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે. આઈસીસીના સભ્યોએ આ અંગે અંતિમ નિર્ણય લેવા માટે ઉતાવળ ન કરવી જોઈએ હાલ રાહ જોવી એ જ સારામાં સારો નિર્ણય છે. કારણ કે બે મહિના પછી પણ આ અંગે નિર્ણય લઈ શકાશે.
અધિકારીએ વધુમાં કહ્યું કે, કોરોનાની સ્થિતિ બે મહિના પછી કેવી હશે તે માટે રાહ જોવી જોઈએ. અત્યારે કોઈ ક્રિકેટ નથી રમાઈ રહી પરંતુ બે મહિના બાદ વેસ્ટઇન્ડિઝ અને પાકિસ્તાને ઇંગ્લેન્ડમાં રમવાનું છે અને તેના પછી નિર્ણય લઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.