પાકિસ્તાનના કરાચીમાં બુધવારે કાઢેલી ‘કરાચી રેલી’ પર ગ્રેનેડ હુમલો થતાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરમાં કલમ 370 હટાવવા સામે આ રેલી કાઢવામાં આવી હતી. 5 ઓગસ્ટે તેની પ્રથમ વર્ષગાંઠ હતી, જેની સામે કરાચીમાં આ રેલી કાઢવામાં આવી હતી.
ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. કરાચીના આરોગ્ય અધિકારીએ સમાચાર એજન્સી રોઇટર્સને માહિતી આપી હતી. કરાચીના પોલીસ વડા ગુલામ નબી મેનને રોઇટર્સને જણાવ્યું હતું કે, રેલી પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (એસઆરએ) નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તે એક અલગાવવાદી સંગઠન છે જે છેલ્લા કેટલાક મહિનાઓમાં એકદમ સક્રિય બની છે.
જૂન મહિનામાં, આ વિસ્તારમાં ત્રણ વિસ્ફોટો થયા હતા, જેનો દાવો એસઆરએ દ્વારા કરવામાં આવ્યો હતો. 4 જવાનો સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સંગઠનની માંગ છે કે સિંધ પ્રાંતને કરાચીથી અલગ કરવામાં આવે. આ પ્રાંતની રાજધાની કરાચી છે. એસઆરએએ બલુચિસ્તાન લિબરેશન આર્મી સાથે જોડાણની પણ જાહેરાત કરી છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં બલુચિસ્તાન ક્ષેત્રની આઝાદીની માંગ કરતી એક આતંકવાદી સંસ્થા છે.
રેલી પર ગ્રેનેડ હુમલો ત્યારે થયો જ્યારે કાશ્મીર વિશે આખા પાકિસ્તાનમાં રેલીઓ કાઢવામાં આવી. જમાત-એ-ઇસ્લામી દ્વારા કરાચી રેલી યોજવામાં આવી હતી. હુમલો થયા બાદ રેલી રોકી દેવામાં આવી હતી. ગયા વર્ષે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચ્યો હતો. કલમ 370 નાબૂદ કરીને સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP