ભારતના જમ્મુ-કાશ્મીરમાં જ્યારથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો છે, ત્યારથી પાકિસ્તાને આઘાત લાગ્યો છે. આડે-ધડ વાતો પાકિસ્તાની સરકાર અને તેના નેતાઓ આપી રહ્યા છે. ગઇકાલે પાકિસ્તાને ભારત સાથે વ્યાપારિક સંબંધો પૂરા કરવાની જાહેરાત કરી હતી, તો આજે વધુ એક નિર્ણય પાકિસ્તાની સરકારે લીધો છે.
પાકિસ્તાને હવે સમજોતા એક્સપ્રેસ રોકી દીધી છે. પાકિસ્તાની મીડિયા પાસેથી આવી રહેલી માહિતી મુજબ પાકિસ્તાન સરકારે બંને દેશો વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ રોકવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સમજોતા એક્સપ્રેસ ટ્રેન મારફતે ભારત અને પાકિસ્તાનને જોડે છે. 22 જુલાઈ 1976ના રોજ અટારી-લાહોર વચ્ચે સમજોતા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. સમજોતા એક્સપ્રેસ લાહોર-અટારી વચ્ચે ફક્ત 3 કિલોમીટરનું અંતર જ કવર કરે છે
ગઈ કાલે પાકિસ્તાને રાજકીય સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.
પાકિસ્તાને ભારત સાથેના રાજકીય સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બાદ પાકિસ્તાને નિર્ણય કરતા ભારત સાથે દ્વિપક્ષીય સમજૂતીની સમીક્ષા કરશે. સાથે જ કાશ્મીર મામલે યુએનમાં લઇ જવાની પાકિસ્તાને ધમકી આપી હતી. એક અહેવાલ મુજબ, પાકિસ્તાને ભારતની રાજદૂતને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઇમરાન ખાનના નેતૃત્વમાં ઇસ્લામાબાદ સ્થિત વડાપ્રધાન કાર્યાલયમાં નેશનલ સિક્યોરિટી કમિટિની બેઠક થઇ. જેમાં કલમ 370 હટાવવાં જવાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટિએ આ બેઠકમાં કેટલાક નિર્ણયો લીધા હતા.
આમાં ભારત સાથે રાજદ્વારી સંબંધોમાં ઘટાડો, દ્વિપક્ષીય વેપાર સંબંધોનો અંત અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓની સમીક્ષાનો સમાવેશ થાય છે. પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર તેના ઉચ્ચ કમિશનરને ભારત નહીં મોકલવાનો નિર્ણય કરી શકે છે, જે આ મહિને ચાર્જ સંભાળવાના હતા. આ સિવાય પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાને પણ પાકિસ્તાન છોડવાનું કહી શકાય.