પાકિસ્તાન ની 370 મુદ્દે પૂંછડી વાંકી ને વાંકી : દોસ્તી બસ સેવા બંધ કરી.

પાકિસ્તાને સત્તાવાર રીતે ભારત સાથેનો વ્યાપાર સંબંધ સસ્પેન્ડ કરી દીધો છે. અગાઉ માત્ર જાહેરાત કરી હતી હવે સત્તાવાર રીતે નિર્ણય લીધો હોવાનું પાકિસ્તાને જણાવ્યું છે. પુલવામા હુમલા બાદ ભારતે જ પાકિસ્તાન સાથેની વાતચીત બંધ કરી દીધી હતી હવે નાટક કરી રહ્યું છે. એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાનમાં જે ભારતીય દુતાવાસ આવેલુ છે ત્યાના પુરા સ્ટાફે પાકિસ્તાન છોડી દીધુ છે અને ભારત પરત આવી ગયા છે.

ભારતે પાકિસ્તાની વસ્તુઓની આયાત પર 200 ટકા ડયુટી ઝીંકી દીધી હતી, તેથી મોટા ભાગની પાકિસ્તાની વસ્તુઓ હાલ ભારત નથી આવી રહી, એવામાં પાકિસ્તાને હવે પાકિસ્તાને આર્ટિકલ 370 નાબુદી મુદ્દે નાટક કરવાનું શરૂ કરી દીધુ છે અને દાવો કર્યો છે કે અમે ભારત સાથેનો બધો જ વ્યાપાર બંધ કરી દીધો છે.

અગાઉ પાકિસ્તાને ભારત સાથેનો ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દીધો હતો, સમજોતા અને અન્ય ટ્રેનોને અટકાવી દીધી હતી. ત્યારે હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાને ભારત સાથેની જે બસ સેવા છે

તેને પણ સસ્પેન્ડ કરી દીધી છે. પાકિસ્તાન ભારત સાથેના દરેક પ્રકારના વ્યવહારો તોડી રહ્યું છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં બસ સેવા શરૂ થઇ હતી, જોકે 2001માં સંસદ હુમલા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં 2003માં ફરી શરૂ થઇ હતી.

ભારત અને પાક. વચ્ચે ચાલતી આ બસને લાહોર-દિલ્હી ફ્રેન્ડશિપ બસ સેવા નામ આપવામાં આવ્યું છે. આ બસને સસ્પેન્ડ કરી દેવામાં આવી હોવાની જાણકારી પાકિસ્તાનના પોસ્ટલ અને કોમ્યૂનિકેશન સર્વિસ વિભાગના મંત્રી મુરાદ સઇદે આપી હતી. ટ્વિટ કરીને સઇદે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પુરતા બસ સેવાને સસ્પેન્ડ કરી દેવાઇ છે.

દરમિયાન પાકિસ્તાન સ્થિત ભારતીય હાઇ કમિશનના 12 અધિકારીઓ અને તેમનો પુરો પરિવાર ભારત પરત આવી ગયા છે. જ્યારે પાકિસ્તાને જે થાર એક્સપ્રેસ રોકી હતી તેને રવાના થવાની અનુમતી આપી દીધી હતી. આ ટ્રેન રાજસ્થાનથી કરાચી જવા રવાના થઇ હતી.  આ અંતિમ એક્સપ્રેસ ટ્રેન છે. કેમ કે પાકિસ્તાને ભારત સાથેની બધી જ ટ્રેનોને પણ હાલ સસ્પેન્ડ કરી દીધી છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિકલ 370નો મુદ્દો ઉઠાવી રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે તેને સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ચીન ત્રણમાંથી એક પણનો સાથ નથી મળ્યો. અન્ય દેશો પણ પાક.ને આ મુદ્દે કોઇ જ મદદ કરવા માટે તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *