આર્થિક તંગીના કારણે સુરતના યુવકનો આપઘાત, પત્નીએ બેંક ઉપર આરોપ મુકતા કહ્યું…

હાલમાં આત્મહત્યાના સતત વધતા કેસોમાં ફરીવાર સુરતના અડાજણ ખાતે રહેતા યુવાને આત્મહત્યા કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોબાળો મચી જવા પામ્યો છે. આ યુવકને રૂપિયાની…

હાલમાં આત્મહત્યાના સતત વધતા કેસોમાં ફરીવાર સુરતના અડાજણ ખાતે રહેતા યુવાને આત્મહત્યા કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોબાળો મચી જવા પામ્યો છે. આ યુવકને રૂપિયાની જરૂર હોવાને કારણે બેંકમાંથી લોન લીધી હતી. જોકે, લોનના હપ્તા સમયસર નહીં ભરી શકતા બેંક દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેના ત્રાસથી કંટાળી યુવાને પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરતમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે તેમાં પણ કોરોનાને લઈને આવક ન હોવા સાથે લીધેલી લોન ભરવામાં અસમર્થ રહેતા યુવાને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના અડાજણ વિસ્તરમાં આવેલ પાલનપોર ગામ ઓર્ચીડ ગ્રીન હાઉસિંગ સોસાયટીમાં રહેતા જયેશભાઈ ભૂપેન્દ્ર પપૈયા પરિવાર સાથે રહે છે. તેને પરિવારમાં અને પોતાના વેપારમાં જરુર હોવાને કારણે બેંકમાંથી 3.50 લાખની લોન લીધી હતી.

જોકે, કોરોનાને કારણે તેમનો વેપાર ઉધોગ બરાબર ચાલતો ન હતો. તેથી તે બેંકના હપ્તા ભરવામાં અસમર્થ રહ્યા હતા. બીજી બાજુ એક્સીસ બેંકમાંથી ક્રેડિટ કાર્ડ પર લીધેલી લોન મામલે સતત બેંક દ્વારા દબાણ કરવામાં આવતું હતું. એક બાજુ લોકડાઉનમાં મુંબઈમાં પ્રાઇવેટ કંપનીમાંથી નોકરી છુટ્ટી ગઈ ત્યારપછી શેરમાં રોકાણ કર્યું તો તેમાં પણ નુકસાન થયું હતું.

જેના કારણે આર્થિક સ્થિતિ સારી ન હતી અને જે રીતે બેંક દ્વારા ફોન કરીને માનસિક ત્રાસ, આપવામાં આવતો હતો. જેને લઈને આ યુવાન સતત માનસિક તણાવમાં રહેતો હતો અને આખરે આવેશમાં આવીને પત્ની બાળકને સ્કૂલ લેવા ગઈ ત્યારે આ યુવાને પોતાની રૂમમાં ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

જોકે, પત્ની ઘરે આવતા પતિ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવતા તેણે બુમાબુમ કરતા પાડોસી દોડી આવ્યા હતા અને આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે આવીને આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે પત્નીએ બેંક દ્વારા રૂપિયાને લઈને સતત દબાણ કરતા હોવાને કારણે તેના પતિએ આત્મહત્યા કરી છે. તે માટે બેંકના કર્મચારી પર આક્ષેપ કરવામાં છે.

જોકે, પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી વધુ તાસ શરૂ કરી છે. જોકે, બેંકવાળાના ફોન આવે તો મારા પતિ તેઓને રૂપિયા આપવાની વાત કરતા હતા. પરંતુ, તેઓ ઓપ્શનમાં EMI પછી થોડો સમય આપો એવું કહેતા હતા. છતાં ઘરે આવી ટોર્ચરીંગ કરતા હતા. બેંકવાળા અમારા ફેમિલી મેમ્બરોને હેરાન કરતા હતા. છેલ્લે તો મારા નંબર પર પણ કોલ કરતા હતા. તેવી જાણકારી પણ પોલીસને આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *