કોરોના બાદ ગુજરાતીઓને વતન વાપસી પર ગરમાયેલા રાજકારણમાં હવે પરેશ ધાનાણી એ પણ ઝંપલાવ્યું છે. રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના કોંગ્રેસ બસ ડેપો પર આવીને ખર્ચો ચુકવે વાળા નિવેદન બાદ પરેશ ધાનાણી એ વળતો શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા કહ્યું કે,
“પાણી વગરની સરકાર સાથે સંમત”
સમગ્ર ગુજરાતના જરૂરીયાતમંદ શ્રમિકોને
વિનામૂલ્યે વતનમા પહોચાડવા માટે માન.
મુખ્યમંત્રીશ્રી “અસર્મથતા” જાહેર કરશે તો,સરકારી તાયફે મફત ફેરવીને આફતને ટાણે જ
સંઘરી દીધેલી સરકારી બસોની મુસાફરી અંગે
થનારા “ખર્ચની રકમ” સત્વરે સરકારને ચુકવવા
કોંગ્રેસ સંમત..!— Paresh Dhanani (@paresh_dhanani) May 7, 2020
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા સુરતના ડાયમંડ વર્કર નેવતન મોકલવા સસ્તા દરની સરકારી બસ દોડાવવાનું નક્કી કરાયું ત્યારબાદ રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ વાળા એ કહ્યું છે કે તે લોકો સરકારી બસનો ખર્ચ આપવાનું કહ્યું છે, તો હવે એ બસ સ્ટેશન એ આવીને બેસી જાય અને હવે જેટલા યાત્રીઓ આવે તેમનો ખર્ચો ચૂકવવાનું શરુ કરી દે.”
ત્યારબાદ ગુજરાતનું રાજકારણ મફત મુસાફરી કરાવવા માટે ગરમાયું છે. અમુક જગ્યાએ મામલતદાર, પ્રાંત ઓફિસરે કોંગ્રેસના નેતાઓના મદદ માટે આવેલા રૂપિયા નહી લીધા હોવાના વિડીયો વાઈરલ થયા છે અને કોંગ્રેસ નેતાઓ પણ આરોપ લગાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news