સમગ્ર વિશ્વ સહીત કોરોનાના કપરા કાળમાં ગુજરાતીઓ ત્રસ્ત છે. ગુજરાતમાં કપરા સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સરકાર રાહત કામ કરી રહી છે પણ અમુક એવા પણ નેતાઓ છે જેણે ખરા અર્થમાં નેતા બનવાનો ધર્મ નિભાવ્યો છે. આ નેતાઓની કસોટી કપરા કાળમાં જ થતી હોય છે. અમરેલીના ધારાસભ્ય એન ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ કસોટીમાં ખરા ઉતર્યા છે.
અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા ગરીબો માટે તેમજ જે લોકો ને પેટનો ખાડો પુરવા માટે પણ ઘરે ઘરે ભટકવું પડે છે. તેવા લોકો માટે સતત વિના મૂલ્યે રાહત રસોડું ચાલુ કરાયું છે. આ સમગ્ર રાહત રસોડા માં પરેશ ધાનાણીની સાથે તેમના સાથી ધારાસભ્યો પણ જોડાયા હતા. સમગ્ર યુવા ટીમ દ્વારા ખભે ખભે મિલાવી જહેમત ઉઠાવી હતી.
અમરેલી જિલ્લામાં પોતાના મતવિસ્તારમાં ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા દરરોજ એક સમયનું રસોડું શરૂ કરવામાં આવ્યું , જેમાં રોજ 3 ટન ખીચડી 2 ટન શાક સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરરોજ ટેમ્પા દ્વારા જિલ્લાના કુંકાવાવ,વડીયા અને અમરેલી સહિતના વિસ્તારમાં આ રસોડા દ્વારા જરૂરિયાતમંદોને ભર પેટ ભોજન કરાવવામાં આવી રહ્યું હતું. યુવાનોની ટિમ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની હતી
લોકડાઉનના નિયમો, સોશીયલ ડીસ્ટન્સ ના નિયમો સાથે દરરોજ સારું અને સ્વાદિષ્ટ ગરમા ગરમ ભોજન પીરસવામાં આવતું હતું. ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોના સામેની મહામારીથી લોકોને બચાવવા માટે સ્થાનિક સ્તરે નિદાન, ચકાસણી અને સારવાર ઉપલબ્ધ થાય તે માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જરૂરી મેડિકલ કીટ, સાધનો અને જરૂરી સંસાધનો વસાવવા માટે 10 લાખ ફાળવવા માટે સ્થાનિક જીલ્લા આયોજન અધિકારીને જરૂરી સુચના આપવા આજ્ઞા અનુસાર વિનંતી કરી હતી.
ધારાસભ્યની નેતાગીરી હેઠળ અમરેલીના ઉદ્યોગપતિઓ શ્રેષ્ઠીઓએ દાનની સરવાણી કરી હતી અને હજારો ન આંતરડી ઠારી હતી. ભૂતકાળમાં પણ અમરેલીમાં આવેલ ભયાનક પુર વખતે એકલા હાથે તંત્ર સાથે મળીને અમરેલીને પુરના સંકટમાંથી બહાર કાઢ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news