લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એકપણ સીટ પર વિજય ન મળ્યા બાદ અને અમરેલી લોકસભા સીટ પર પણ હારી ગયા બાદ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું છે. પરેશ ધાનાણીએ કોંગ્રેસ હાઇકમાન્ડને પોતાનું રાજીનામું સોપ્યું છે.
પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. પરેશ ધાનાણીએ વિનંતી કરી હતી કે વિરોધ પક્ષના નેતા તરીકે નવા ચહેરાનું સ્થાન આપવું જોઇએ. જો કે હજુ સુધી પરેશ ધાનાણીએ હાઇકમાન્ડને રાજીનામું આપ્યું છે, તે સ્વીકારવામાં આવ્યું નથી.
પરેશ ધાનાણીએ રાજીનામામાં કહ્યું હતું કે, મારું રાજીનામું સ્વીકારવામાં આવે અને જે રીતે વિપક્ષના નેતાની જવાબદારી નવા ચહેરાને આપવામાં આવે તેવી પણ તેમણે વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને 327604 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે નારણ કાછડીયાને 529035 મતો મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.