ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી- બંગાળની ખાડીમાં સક્રિય થયું લો-પ્રેશર, આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે

Paresh Goswami prediction regarding rain in Gujarat: ધરતીપુત્રો સહિત તમામ ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાએ ગુજરાતના આંગણે વિધિવત ટકોરો મારી દીધો છે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી(Paresh Goswami Forecast) અનુસાર આજે રાજ્યના અનેક શહેરોમાં ધીમી મેઘમહેર થઈ હતી. પરિણામે ધરતીપુત્રોમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોમાં પડેલા વરસાદને પગલે ઘણી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં મેઘમહેરની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસું હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે
હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આજે વહેલી સવારે ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને હવે આવનારા 5 દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા છે. તેમને જણાવ્યું છે કે હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશરના કારણે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન કર્યું છે.

આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
આજે વહેલી સવારે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો શરૂવાત થયા પછી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે ચોમાસું ગુજરાતના અનેક ભાગોમાં ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે આથી આગામી 5 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આજે અહીં ખાબકી શકે છે ભારે વરસાદ
તો આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *