ભાગીદારીમાં લાખો કરોડોનો ધંધો કરનારા ગુજરાતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો- આ રીતે 48 કરોડનો ચૂનો લાગી ગયો

રાજયના અમદાવાદ શહેરની એક ઘટના સામે આવી રહી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલ ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિત પ્રોજેક્ટનાં ભાગીદાર બિલ્ડર રામાણી બ્રધર્સની વિરુદ્ધ તેમનાં…

રાજયના અમદાવાદ શહેરની એક ઘટના સામે આવી રહી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવેલ ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી સહિત પ્રોજેક્ટનાં ભાગીદાર બિલ્ડર રામાણી બ્રધર્સની વિરુદ્ધ તેમનાં જ ભાગીદાર હેમાંગ ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે રામાણી બ્રધર્સએ વર્ષ 2008થી આજ સુધીમાં જુદાં-જુદાં ફ્લેટના પ્રોજેકટ સાઈટ પર ફ્લેટના વેચાણની કિંમત તેમજ દસ્તાવેજની પણ રકમ જુદી બતાવીને કુલ રૂ. 48 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.

પરિવારનાં સભ્યોને પેઢીમાં ક્લાર્ક, અધિકારી તેમજ કર્મચારી બતાવીને પગાર ચૂકવીને પૈસાની ઉચાપત પણ કરી હતી. આરોપી ધર્મેશ મગન રામાણીએ તેમને મળેલ પાવરનો ભાગીદારી પેઢીમાં નવા બંધારણ પછી ગેરકાયદેસર ઉપયોગ કરીને જે પણ ફ્લેટ બન્યા છે.

તેના વેચાણનાં દસ્તાવેજો પણ કરી નાખ્યા હતા.નિકોલ પોલીસે કોર્ટના આદેશ પછી રામાણી બ્રધર્સ તેમજ તેમના પરિવારનાં સભ્યો સહિત કુલ 10 લોકોની વિરુદ્ધ છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરા અંગેનો પણ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

નિકોલ પોલીસ સ્ટેશનનાં PI વી.ડી.ઝાલાએ એક ખનગી ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, કે કુલ રૂપિયા 48 કરોડની છેતરપિંડીના આરોપ કરવામાં આવ્યો છે. હજી સુધી કોઈની પણ અટકાયત કરવામાં આવી નથી. ઉદય ડેવલોપર્સનાં નામે પણ ભાગીદારી પેઢી ચલાવતા હતા.

નરોડા- દહેગામ રોડ પર નંદનબાગ બીલસીયા બંગલોમાં રહેતા હેમાંગ ઉદય ભટ્ટે નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલ ફરિયાદ પ્રમાણે વર્ષ 2008માં હેમાંગ ભટ્ટે એમના પિતા તેમજ ભાઈઓએ નિલેશ રામાણી, હરેશ રામાણી, ધર્મેશ રામાણી સાથેની ભાગીદારી પેઢીની શરૂઆત કરી હતી.

જેમાં નફા- નુકસાન પણ નક્કી કરવામાં આવ્યો હતો. આરોપી ધર્મેશ રામાણીને પાવર ઓફ એટર્ની પણ આપવામાં આવી હતી. બધાં જ પ્રોજેકટની સાઈટની વેચાણ તેમજ દસ્તાવેજો વગેરેની જવાબદારી પણ ધર્મેશ રામાણી પાસે જ હતી. આ દરમ્યાન હેમાંગ ભટ્ટને હિસાબોમાં શંકા ઉપજતા જ પેઢીના હિસાબોમાં ગરબડ જોવા મળી હતી.

ગેલેક્સી ઇન્ટરસિટી તેમજ ગેલેક્સી હોમ્સ નામની સાઈટ પર પણ જઈને હિસાબની તપાસ કરતા બંને પ્રોજેકટમાં વેચાણ દસ્તાવેજ કિંમત તેમજ ખરેખર વેચાણ કિંમતમાં તફાવત પણ જોવા મળ્યો હતો. જેમાંથી ગેલેક્સી હોમ્સમાં કુલ 20 કરોડ રૂપિયાનો તફાવત મળ્યો હતો. અમે આ રૂપિયા અંગત વપરાશ માટે લઇ પણ લીધા હતાં

આરોપીઓ ગેલેક્સી હોમ્સ, ગેલેક્સી ઇન્ટરસિટી નામની કુલ 2 સાઈટ, બંને સાઈટના કાનૂની તેમજ સ્ટેમ્પ ખર્ચ સહિતનાં બીજાં ખર્ચમાંથી તફાવત રાખીને કુલ 30 કરોડ રૂપિયા જેવી રકમ અંગત વપરાશ માટે કરી નાખી હતી. આની ઉપરાંત લગ્નપ્રસંગ પર નિયમિત અંગત ખર્ચ તેમજ વાહનની જાળવણીના ખર્ચના પણ કુલ 4.53 કરોડ રૂપિયા ભાગીદારી પેઢીમાંથી જ ખર્ચ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ધર્મેશ રામાણીની પણ કુલ 14 લાખ રૂપિયાની અંગત રકમ મળીને કુલ 48.67 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ધ્યાનમાં આવતા જ હેમાંગ ભટ્ટે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ નિકોલ પોલીસે રામાણી પરિવારના કુલ 10 લોકોની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *