વિમાન ક્રેશ થતા એક સાથે 19 યાત્રિકોના મોત- વિડીયો આવ્યો સામે

તાન્ઝાનિયા(Tanzania)માં રવિવારે એટલે ગઈકાલે એક પેસેન્જર વિમાન ક્રેશ(Passenger plane crash) થયું હતું. આ વિમાનમાં 43 મુસાફરો સવાર હતા. જે પ્લેન ક્રેશ થયું તે વિક્ટોરિયા લેકમાં ડૂબી ગયું. આ દુર્ઘટનામાં લગભગ 19 લોકોના મોત(19 people died) થયા હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

તાંઝાનિયાના લેક વિક્ટોરિયામાં રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. આફ્રિકાના એક અહેવાલ મુજબ, મ્વાન્ઝાથી બુકોબા જઈ રહેલા વિમાનમાં 43 મુસાફરો સવાર હતા અને અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે.

ખરાબ હવામાનને કારણે ઘટી દુર્ઘટના:
તાન્ઝાનિયાની પોલીસે જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે રવિવારે વહેલી સવારે વિક્ટોરિયા તળાવમાં પેસેન્જર પ્લેન ક્રેશ થયું હતું. વિમાન ઉત્તર-પશ્ચિમ શહેર બુકોબામાં ઉતરવાનું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ સાથે પોલીસે કહ્યું કે મુસાફરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

તાંઝાનિયામાં ચાલી રહેલા મુસાફરોના બચાવ અભિયાન અંગે ટ્વિટ કરીને BNO ન્યૂઝે વીડિયો ટ્વિટ કર્યો છે. આમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે વિમાન તળાવમાં ડૂબી ગયું છે. સુરક્ષા દળોની ટીમ બોટમાં બેસીને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. આ ઉપરાંત જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ પણ તળાવના કિનારે ઉભા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *