પાટણ(ગુજરાત): ગર્ભપાત વિરોધી નિયમો અને કાયદાઓ ચોપડા પર જ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એક પછી એક ભ્રુણ હત્યાના બનાવો જોવા મળી રહ્યા છે. મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના સામે આવ્યા પછી પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી માનવ ભ્રુણ મળી આવ્યા છે. ધોળે દિવસે મહીસાગરના સંતરામપુરમાં ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો પછી પાટણના સિદ્ધપુરમાંથી ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ભ્રુણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે તપાસ થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, 13 જેટલા ભ્રુણ આજે સિદ્ધપુરના તાવડિયા ગામ નજીક રોડ પરથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી મળી આવ્યા હતા. આ જોઈને સૌ કોઈની આંખો ફાટી રહી હતી. લોકોમાં માનવતાના હત્યારાઓ માટે ફિટકાર વરસી રહ્યો હતો. કેટલાક ભ્રુણ તો સ્પષ્ટપણે માનવ ભ્રુણ હોવાની જ વિગતો છે જ્યારે અન્ય ગાંઠ સ્વરૂપ દેખાતા ભ્રુણની ફોરેન્સિક તપાસ કરવામાં આવી છે તે ગાંઠો છે કે ભ્રુણ તેના અંગે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ ગોરખધંધા કોઈ પ્રસુતિગૃહ કે હૉસ્પિટલના છે કે પછી હૉસ્પિટલના ડીસપ્લેનું સરકારના નિયમ પ્રમાણે ડિસ્પોઝલ કરવાના બદલે ફેંકી દેવામાં આવ્યા છે તે પણ તપાસનો એક વિષય બન્યો છે. માનવતાની હત્યાની આ ઘટના બનાવની તપાસ થાય તો સામે આવી શકે છે. હાલ તો પ્લાસ્ટિકની બોટલમાંથી મળી આવેલા આ ભ્રુણ તપાસનો વિષય બની ગયો છે પરંતુ આ ઘટનાના કારણે અનેક આશંકાઓ પણ થઇ રહી છે.
ઠાકોર અલ્પેશજીના જણાવ્યા અનુસાર, અહીંયા આજે છોકરાઓ ભેસ ચરાવતા હતા ત્યારે પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો. જેમાંથી આ ડબ્બામાં ભરેલા ભ્રુણ નીકળ્યા હતા. એક ડબ્બામાં તો સંપૂર્ણ મૃત બાળક હતું. બીજામાં ભ્રુણના અવશેષો હતા. હવે સિદ્ધપુરના દવાખાનાના ભ્રુણ છે કે પછી ગેરકાયદેસર ગર્ભપાતના અવશેષો છે તે અંગે અમને શંકા પડી છે. ત્યારે આ અંગે અમે તરત જ પોલીસને જાણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.