પરણિત પ્રેમિકાને મળવા અડધી રાત્રે ઘરે પહોચ્યો પ્રેમી, પતિને જાણ થતા ખેલાયો લોહિયાળ જંગ

આજકાલ હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મોટા ભાગે પતિ પત્ની અને વોના કિસ્સાનો લોહિયાળ અંજામ આવતા હોય છે. આ દરમિયાન ફરીવાર એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ અને પત્નીએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

જાણવા મળ્યું છે કે, આણંદના ભાટિયા પુરાગામમાં રહેતા સંજય પરમારને સામરખા ગામની શિવાની નામની મહિલા સાથે ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, શિવાનીના લગ્ન અનગઢ ગામના રાજુ ગોહિલ સાથે થયા હતા. લગ્ન જીવનના ફક્ત દોઢ વર્ષ થયાં હતાં. લગ્ન બાદ પણ પત્ની અને પ્રેમી વચ્ચે વાર્તાલાપ ચાલુ હતો. જેની જાણ પતિ રાજુને બે દિવસ પહેલા જ થઈ હતી.

આ દરમિયાન પત્નીના પ્રેમીને મારી નાખવા માટે પતિએ તેની પત્નીના લગ્ન પહેલાના અંગત ફોટા પરત કરવા માટે પ્રેમી સંજય પરમારને અનગઢ બોલાવ્યો હતો. જેથી પ્રેમી તેના ઘરે આવ્યો હતો અને આ દરમિયાન પતિ રાજુ અને પત્ની શિવાનીએ ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ ધોકા વડે માર મારી હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી મુજબ, સંજય પરમાર તેના મિત્ર ધમેન્દ્રસિંહ સાથે બાઇક પર ગઈ કાલે રાત્રે સાડા દસ વાગ્યે આવ્યા હતા. આ દરમિયાન મિત્ર ધમેન્દ્રસિંહ રાજુ ગોહિલના ઘરથી ઘણો દૂર ઉભો હતો. ઘણો સમય વીતી ગયો છતાં સંજય પરત ન આવતા મિત્ર ધમેન્દ્રસિંહે ફોન કર્યો હતો. ત્યારે રાજુએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે, મને માથામાં લાકડાના ફટકા માર્યા છે અને પ્રેમિકાએ ઝેરી દવા પીવડાવી છે જેથી તું મને લઇ જા.

ત્યારે ધર્મેન્દ્રસિંહ તેના મિત્રને બાઇક પર બેસાડીને અનગઢ તળાવ સુધી લઈ આવ્યો હતો. જ્યાં તેને એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત સંજય પરમારને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ અંગેની જાણ નંદેશરી પોલીસને કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

આ મામલે નંદેશરી પોલીસ દ્વારા પતિ અને પત્નીની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત નંદેશરી પોલીસ દ્વારા ખેલાયેલા ખૂની ખેલ વાળા મકાનમાંથી લાકડાના ફટકા અને ઝેરી પદાર્થ કબજે કરી ગુનો નોંધી બંન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *