સતાના અભિમાને લીધો એક દર્દીનો જીવ: ‘હું ભાજપનો નેતા છું, તારી જીંદગી બરબાદ કરી દઈશ…’- ભાજપ નેતાનો ધમકીનો વીડિયો થયો વાયરલ

ઉતરપ્રદેશ(Uttar Pradesh): સત્તાની લાલસાને કારણે પ્રજા પર રોફ જમાવવોએ કેટલાક નેતાઓની આદત બની ગઈ છે. જો કોઈ વ્યક્તિનો જીવ જાય, તો પણ આવા નેતાઓ પોતાનો રોફ જમાવવામાં ક્યારેય પાછળ રહેતા નથી. ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના સીતાપુર(Sitapur)થી ત્રણ દિવસ પહેલા ભાજપ(bjp)ના આવા જ એક નેતાની કરતુતનો વીડિયો વાયરલ થયો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે ભાજપના એક નેતાને હોસ્પિટલના ગેટ સામે પોતાનું વાહન હટાવવાનું કહેવામાં આવે છે ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

સત્તાની લાલસાને કારણે તેણે રોફ જમાવતા માત્ર દુર્વ્યવહાર જ ન કર્યો. પરંતુ તેણે એક યુવકને પણ કહ્યું કે, ‘હું ભાજપનો નેતા છું, હું તારું  જીવન બરબાદ કરી દશ…’ આ મામલો સીતાપુરની જિલ્લા હોસ્પિટલનો છે. અહીં 1 એપ્રિલે બીજેપી નેતા ઉમેશ મિશ્રા(BJP leader Umesh Mishra)એ હોસ્પિટલના ગેટની સામે પોતાની કાર પાર્ક કરી અને ક્યાંક ચાલ્યા ગયા હતા.

બીજી તરફ એડવોકેટ સુરેશચંદ્ર રાઠોડને હાર્ટ એટેકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરોએ વકીલને લખનૌ રેફર કર્યા હતા. સમય ઓછો હતો. એટલા માટે વકીલના સંબંધીઓએ તેમને કારમાં સુવડાવી દીધા અને હોસ્પિટલ જવા લાગ્યા. પરંતુ ભાજપના નેતા ઉમેશ મિશ્રાની કાર ગેટની સામે જ ઉભી હતી.

જ્યારે વકીલના સંબંધીઓએ ઉમેશ મિશ્રાને ગેટ પરથી કાર હટાવવાનું કહ્યું, તો તેણે તેમની સાથે મારપીટ શરૂ કરી દીધી. ખૂબ શોષણ કર્યું. ભાજપના નેતાએ વકીલના સાળા જય કિશન રાઠોડને પણ કહ્યું કે, ‘હું ભાજપનો નેતા છું, હું તારું જીવન બરબાદ કરી દશ…’ તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે, તે તમારી સામે ખોટો કેસ નોંધાવશે. હું મિસરીખ બ્લોક ચીફ રામકિંકર પાંડેનો ભાઈ છું. હું તને સીતાપુરમાં રહેવા નહિ દઉં. અત્રે નોંધનીય છે કે,, રામ કિંકર પાંડે મિસરિખના બ્લોક પ્રમુખ છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે બીજેપી નેતા ઉમેશ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આ મામલે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરી રહી છે. તો બીજી તરફ મિસરિખના બ્લોક પ્રમુખ રામકિંકર પાંડેનું કહેવું છે કે, તેઓ ઉમેશ મિશ્રા નામના કોઈ વ્યક્તિને ઓળખતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *