ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કોઈ કશું કહી નથી શકતું તેના કારણે તેઓ કદાચ માસ્ક સરખું નહી પહેરતા હોય. આજે સવારથી ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ દેશના ઉપ રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સાથે તેઓ દાંડી સ્મારકે થી સુરત ખાતે યોજાઈ રહેલી મુખ્યપ્રધાન રૂપાણીની મીટીંગમાં સાથેને સાથે ફરી રહ્યા છે. પણ તેઓને ગુજરાતના DGPના આદેશ અનુસાર “નાક નીચે માસ્ક હશે તો પણ દંડ લેવાશે” ને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ માસ્કને નાકથી ઉપર ચડાવતા જ ન હોય તેવી તસ્વીરો સામે આવી છે!
હાલ રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ સાથે સાથે આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ પહેલા કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જ્યારે હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ સહિતનાની કોરોના સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી છે.
આ બેઠક બાદ સમ્બોધાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું કે, હજુ પણ કોરોનાના કેસ વધવાની આંશકા છે. કોરોનાથી ડરવાની નહી પણ સાવચેતી રાખવાની જરૂર છે, 4 મહાનગરોમાં કોરોનાના કેસ વધ્યા છે. 2 ટકા લોકો જ સરખું માસ્ક પેરે છે. ત્યારે આ નિવેદનમાં કદાચ તેઓ સી આર પાટીલ ને પણ ટોન્ટ મારતા હોઈ શકે! બધા લોકો રસીકરણ કરાવે એવી વિનંતી કરું છું. લોકોને માસ્ક પહેરવાની વિનંતી કરું છું. સરકારે ટેસ્ટિંગ વધાર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.