બલ્ગેરિયન(Bulgaria) રહસ્યવાદી બાબા વેંગા (Baba Venga)ની ભવિષ્યવાણી (Prophecy)ઓ ઘણી વખત ચર્ચામાં રહે છે અને તેમણે માત્ર તેમના દેશ વિશે જ નહીં, પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વ વિશે પણ ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે આ બધી ભવિષ્ય વાણી 111 વર્ષ પહેલા કરી હતી, જેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.
બાબા વેંગા બલગારીયાના ફકીર હતા અને તેમને ભવિષ્ય વક્તા પણ કહેવામાં આવે છે. ત્યારે હાલ ભારત વિશે બાબા વેંગાની એક ભવિષ્યવાણીએ ફરી લોકોની ચિંતા વધારી દીધી છે. 2022ના વર્ષ માટે પણ તેમણે જે ભવિષ્યવાણી કરી હતી તેમાંથી બે ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે ત્યારે હવે લોકોમાં ચિંતા છે તેમણે કરેલી અન્ય એક ભવિષ્યવાણી વિશે. આ ભવિષ્ય વાણી તેને 2023 ના વર્ષ માટે કરી છે.
ત્યારે બાબા વેંગાએ 2023ને લઈને ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, 2023માં પૃથ્વીની ભ્રમણ કક્ષા બદલાશે જેના ગંભીર પરિણામો આવશે. આ સિવાય વર્ષ 2028 માટે તેમણે કહ્યું છે કે તે સમયે શુક્ર ગ્રહની યાત્રા કરી શકાશે. 2046 માટે તેમણે કહ્યું હતું કે આ સમયે લોકો અંગપ્રત્યાપણ કરીને 100 વર્ષ સુધી જીવશે.
કોણ છે બાબા વેંગા:
બાબા વેંગા એક રહસ્યવાદી હતા અને તેમની આગાહીઓ માટે પ્રખ્યાત હતા. બાબા બેંગાનો જન્મ વર્ષ 1911માં બલ્ગેરિયામાં થયો હતો અને માત્ર 12 વર્ષની વયે તેમની બંને આંખો ગુમાવી દીધી હતી. તેઓ જોઈ શકતા ન હતા, પરંતુ દાવો કરવામાં આવે છે કે ભગવાને તેમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી અને તેના કારણે તેમણે તેની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.