લોકો બજારમાં ખરીદી કરી રહ્યા હતા, અચાનક જ એક પોર્ન મૂવી સ્ક્રીન પર શરૂ થઈ.

જો કોઈ વ્યક્તિ બજારમાં ખરીદી કરી રહ્યો હોય અને અચાનક જ કોઈ ફિલ્મ શરૂ થાય તો લોકો જોવા માટે દોડતા હોય છે પરંતુ અહીં મુવી…

જો કોઈ વ્યક્તિ બજારમાં ખરીદી કરી રહ્યો હોય અને અચાનક જ કોઈ ફિલ્મ શરૂ થાય તો લોકો જોવા માટે દોડતા હોય છે પરંતુ અહીં મુવી તો શરૂ થયું પણ લોકો જોવા માટે નહી પણ મુવી થી દુર ભાગી રહ્યા હતા.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં જ્યારે કોઈ પોર્ન ફિલ્મ અચાનક કોઈ બજારમાં જાહેરાત માટે સ્ક્રીન પર ચાલવા લાગી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ આ જોઈને અસ્વસ્થતા અનુભવવાનું શરૂ કર્યું, તેમ છતાં ફિલ્મ ચાલુ રહી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,પોર્નોગ્રાફી ઘણા કલાકો સુધી સ્ટોરની પ્રમોશનલ સ્ક્રીન પર ચાલતી રહી, પરંતુ કોઈએ તેને અટકાવ્યું નહીં.

આ બાબતે સ્થાનિક અખબાર ન્યુઝિલેન્ડ હેરાલે જણાવ્યું હતું કે,જ્યારે બજારમાં ફરતા લોકોએ આ જોયું ત્યારે તેઓ ચોંકી ગયા કારણ કે,હેકરોએ સવારથી જ અશ્લીલ વીડિયો સ્ક્રીન પર શરૂ કરી દીધી હતી. દુકાનના કર્મચારીઓ આવીને સ્ક્રીન બંધ ન કરે ત્યાં સુધી અશ્લીલ વીડિયો ચાલુ રહ્યો..

એસિક્સના પ્રવક્તાએ પુષ્ટિ આપી કે,સ્ટોરના પ્રવેશદ્વારની ઉપરની સ્ક્રીન હેક થઈ ગઈ હતી અને તેના પર અશ્લીલ વિડિઓઝ ચલાવવામાં આવી હતી. જોકે, દુકાનના માલિકે પણ આ માટે લોકોની માફી માંગી છે.

આ ઘટનાની સાક્ષી તાન્યા લીએ અખબારને જણાવ્યું હતું કે, જ્યારે હું સાત વર્ષના પુત્ર સાથે નાસ્તો કરવા માટે બજારમાં જઇ રહી હતી તે સમયે અચાનક વિડિયો શરૂ થતા મેં મારો રસ્તો બદલી નાખ્યો હતો. તે ઉપરાંત તેને જણાવ્યું કે મને વિશ્વાસ થતો ન હતો કે હું શું જોઈ રહી છું.

લીએ તેને સંપૂર્ણ અયોગ્ય ગણાવ્યું અને કહ્યું કે,તે કંઈક એવું હતું જે તમે બાળકોને બતાવવા માંગતા નથી. ઓકલેન્ડ માટે પર્યટક સ્થળ તરીકે પણ શરમજનક છે. “આ મામલે પોલીસે કહ્યું કે,હેકિંગ અંગે કોઈ અહેવાલ દાખલ થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *