સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે ઘણા લોકોના મોત પણ થઇ ચુક્યા છે જેમાં કેટલાય એવા લોકો છે જેમને પુરતી સારવાર ન મળવાને કારણે મૃત્યુ થયા છે. કોરોનાની મહામારીને કારણે ઘણા લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે હજુ કોરોના થમ્યો નથી ત્યાતો મ્યુકરમાઈકોસિસે હાહાકાર મચાવ્યો છે.
હાલમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સીન પૂરી પાડવામાં આવે. જેને લઈને સરકાર પણ કટિબંધ થઇ છે. પરંતુ સરકાર પાસે હાલમાં વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ ન હોય તેવું લોકોને લાંબી લાઈનમાં ઉભા રહેલા જોઇને લાગી રહ્યું છે.
ત્યારે સુરત શહેરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારની એક ઘટના સામે આવી છે. જેમાં લોકો શનિવાર એટલે કે ગઈકાલે મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની પડાપડી જોતા પોલીસ દ્વારા યુવાનોને ખેંચીને બહાર ધકેલ્યા હતા.
ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર પાસે પુરતો વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ છે તો પછી શા માટે લોકોને મોટી મોટી કતારોમાં ઉભું રહેવું પડે છે. લોકો પોતાનો ધંધો-રોજગાર છોડીને વેક્સીન લેવા માટે રાત્રે 12 વાગ્યે વેક્સીનેશન સેન્ટર પર આવી જાય છે તો કેટલાય લોકો ટીફીન લઈને વેક્શીનેશન માટે લાઈનમાં ઉભા રહે છે. સવારે તંત્ર દ્વારા લોકોને ટોકન આપવામાં આવે તો સાંજે વારો આવે છે.
ત્યારે બીજી બાજુ સુરતમાં રસી લેવા માટે લોકોની પડાપડી જોવા મળી હતી. ત્યારે સુરત પોલીસ દ્વારા લાઈનમાં ઉભેલા લોકોને બહાર કાઢ્યા હતા. શું આ પ્રકારની પોલીસની કાર્યવાહી યોગ્ય કહી શકાય? પોલીસે વેક્સીન લેવા આવેલી જનતા પર હળવો બળપ્રયોગ કર્યો હતો અને લોકોને બહાર ધકેલ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.