મોંઘવારીના આવા કપરા સમયમાં દેશ (Country) માં સતત વધતા જઈ રહેલ પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ના ભાવે સામાન્ય જનતાની કમર ભાંગી નાખી છે. આની વચ્ચે આપ સૌની માટે રાહતનાં એક સમાચાર (News) આવ્યા છે. હવે તમે ખુબ સસ્તા ભાવમાં પેટ્રોલ-ડીઝલ ભરાવી શકો છો. ફક્ત એક કાર્ડ પર આપને વર્ષમાં 71 લીટર મફતમાં મળશે.
સૌથી ખાસ વાત તો એ છે કે, આની માટે તમારે કોઈ ખાસ દસ્તાવેજની પણ જરૂર પડશે નહીં. તમે પેટ્રોલ તથા ડીઝલ ખરીદતી વખતે બસ ફ્યૂલ ક્રેડિટ કાર્ડ્સ મારફતે પોતાના પૈસાની બચત કરી શકો છો. આવો જાણીએ કે, ક્યાંથી તથા કઈ રીતે તમે સસ્તામાં પેટ્રોલ ખરીદી શકો છો.
દર વર્ષે મફતમાં મળશે 71 લીટર ઓઈલ:
ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટની ચુકવણી કરવા આપને વર્ષમાં 71 લીટર પેટ્રોલ-ડીઝલ મફતમાં મળી શકે છે. ફ્યૂલ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ સૌથી સારૂ કાર્ડ છે. ઈંન્ડિયન ઓઈલ પંપ પર આ કાર્ડ દ્વારા ફ્યુલ ખરીદવા પર રિવોર્ડના રૂપમાં આપને કેટલાક લાભ થઈ શકે છે તેમજ સૌથી ખાસ વાત તો એ છે કે, આ રિવોર્ડ પોઈન્ટ ક્યારેય એક્સપાયર પણ નથી થતા. ફ્યૂલ પોઈન્ટ્સને રિડીમ કરીને તમે વર્ષના 71 લીટર સુધી ફ્રી ફ્યૂલ મેળવી શકો છો.
ઈન્ડિયન ઓઈલ સિટી ક્રેડિટ કાર્ડની ખાસિયત:
ઈન્ડિયન ઓઈલ પંપો પર ટર્બો પોઈન્ટ રિડીમ કરીને વાર્ષિક 71 લીટર સુધી ફ્યૂલ મફતમાં મળશે. ઈન્ડિયન ઓઈલ પંયો પર 1% ફ્યૂલ સરચાર્જ માફ થશે. ઈન્ડિયન ઓઈલ પંપ પર 1% ફ્યૂલ સરચાર્જ માફ થશે. ઈન્ડિયન ઓઈલ પંપ પર પ્રતિ 150 રૂપિયાના ખર્ચ પર 4 ટર્બો પોઈન્ટ મળશે .
ટર્બો પોઈન્ટને આ રીતે કરો રિડીમ:
આપને જણાવી દઈએ કે, ટર્બો પોઈન્ટને અનેક રીતથી રિડીમ કરી શકાય છે જયારે ઈન્ડિયન ઓઈલ પંપ પર રિડીમ કરવા પર તમને સૌથી વધુ ફાયદો થશે. ઈન્ડિયન ઓઈલ પંપ પર રિડમશન રેટ-1 ટર્બો પોઈન્ટ= 1 રૂપિયો
goibibo.com, IndiGo, Make My Trip, yatra.com પર રિડમશન રેટ-1 ટર્બો પોઈન્ટ= 25 પૈસા
Book my Show, Vodafone વગેરે પર રિડમશન રેટ-1 ટર્બો પોઈન્ટ= 30 પૈસા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.