દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવ ફરી બેકાબૂ બની ગયા છે. સોમવારના રોજ 28 માર્ચ, 2022 ના રોજ ફરી એકવાર સરકારી ઓઇલ માર્કેટિંગ(Oil marketing) કંપનીઓએ ઇંધણના છૂટક ભાવમાં વધારો કર્યો છે. સાત દિવસમાં છઠ્ઠી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ(Petrol-diesel price hike) થયું છે. સોમવારે એટલે કે આજે પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. મતલબ કે એક સપ્તાહમાં જ પેટ્રોલ 4 રૂપિયા પ્રતિ લીટર અને 4.1 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયું છે. ગઈકાલે એટલે કે રવિવારે જ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 50 પૈસા અને ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. જો આપણે કાચા ઇંધણની વાત કરીએ તો સોમવારે એટલે કે આજ રોજ સવારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 114 ડોલર પ્રતિ બેરલના દરે ચાલી રહ્યું હતું.
જણાવી દઈએ કે રેકોર્ડ 137 દિવસ સુધી સ્થિર રહ્યા બાદ 22 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. બીજા જ દિવસે એટલે કે 23 માર્ચે તેમની કિંમતોમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી પેટ્રોલ-ડીઝલ છ વખત મોંઘા થયા છે.
‘CRISIL Research’ અનુસાર, આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા વધારાને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે 9-12 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જરૂરી છે. સોમવારના ભાવવધારાથી તેલ 4 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.