પશ્ચિમ બંગાળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ઉપરાંત યુપીમાં પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચૂંટણી પૂરી થતાં જ રાજ્યની તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આ વધારો 66 દિવસ પછી થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 18 પૈસાનો વધારો થયો છે. આ અગાઉ 27 ફેબ્રુઆરીએ પેટ્રોલ 24 પૈસા અને ડીઝલ 17 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. તાજેતરના વધારા પછી, મંગળવારે દિલ્હીના બજારમાં પેટ્રોલનો ભાવ લિટરે 90.55 રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનાથી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે છેલ્લા બે મહિનાથી તેલના ભાવ સ્થિર છે. 27 ફેબ્રુઆરીથી તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ અગાઉ 15 એપ્રિલના રોજ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી હતી. એપ્રિલમાં એક અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણવાર ઘટાડો થયો હતો. આ બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ હવે 66 ડોલર પ્રતિ બેરલ છે. અનેક અઠવાડિયાથી ક્રૂડ ઓઈલમાં નબળાઈ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 63 ડોલર પ્રતિ બેરલ નીચે ગઈ હતી. પરંતુ હવે તેજી પાછી ફરી રહી છે.
મે મહિનામાં પહેલો તડાકો
મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પહેલો તડાકો જોવા મળ્યો છે. બધાં ને એવી આશા હતી કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં ઘટાડો જોવા મળશે પરંતુ ઉલટા ભાવ વધવા લાગ્યા છે. એપ્રિલ મહિના માં લોકો ને રાહત મળી હતી . 15 એપ્રિલ અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લે 30 માર્ચના રોજ ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા નો ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ 61 પૈસા સસ્તુ થયું હતું અને ડીઝલના ભાવમાં 60 પૈસા ઘટાડો થયો હતો. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વાર ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ ના જથ્થા માં નબળાઈ જોવા મળી હતી.
ઘણા બધાં શહેરોમાં પેટ્રોલનો ભાવ 101 ને વટી ગયો હતો
આ અગાઉ ફેબ્રુઆરી મહિના માં પેટ્રોલ અને ડીઝલ 16 વાર મોંઘુ થયું હતું રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ હવે 100 રૂપિયા પાર છે. આજના વધારા બાદ રેટ 101.89 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મધ્ય પ્રદેશના અનુપપૂરમાં રેટ 101.15 રૂપિયા પ્રતિ લીટર છે. મધ્ય પ્રદેશના જ નાગરાબંધ (Nagarabandh) માં પેટ્રોલ 101.70 રૂપિયે પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રીવામાં પણ પેટ્રોલનો ભાવ 100.79 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે છિંદવાડામાં પેટ્રોલ 100.42 રૂપિયા પ્રતિ લીટર છે.
આજના પેટ્રોલ-ડીઝલ ના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ 90.55 રૂપિયા અને ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લિટર છે.
મુંબઈમાં પેટ્રોલ 96.95 રૂપિયા અને ડીઝલ 87.98 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નઈમાં પેટ્રોલ 92.55 રૂપિયા અને ડીઝલ 85.90 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલ 90.76 રૂપિયા અને ડીઝલ 83.78 રૂપિયા પ્રતિ લિટર છે.
નોયડામાં પેટ્રોલ 88.92 રૂપિયા અને ડીઝલ 81.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ભોપાલમાં પેટ્રોલ 98.57 રૂપિયા અને ડીઝલ 89.17 રૂપિયા પ્રતિ લિટર છે.
લખનઉમાં પેટ્રોલ 88.84 રૂપિયા અને ડીઝલ 81.31 રૂપિયા પ્રતિ લિટર છે.
બેંગલુરુમાં પેટ્રોલ 93.60 રૂપિયા અને ડીઝલ 85.81 રૂપિયા પ્રતિ લિટર છે.
ચંદીગઢમાં પેટ્રોલ 87.15 રૂપિયા અને ડીઝલ 80.62 રૂપિયા પ્રતિ લિટર છે.
પટનામાં પેટ્રોલ 92.87 રૂપિયા અને ડીઝલ 86.94 રૂપિયા પ્રતિ લિટર છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો વસૂલે છે ભારે ટેક્સ
પેટ્રોલના ભાવમાં 60 ટકા હિસ્સો સેન્ટ્રલ એક્સાઈઝ અને રાજ્યોના ટેક્સનો હોય છે. જ્યારે ડીઝલ પર તે 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય રીતે રોજેરોજ ફેરફાર આવે છે. આ ભાવ બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો અને ફોરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે.
તમારા શહેરમાં આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ
પેટ્રોલ ડીઝલના ભાવ તમે SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ IOC તમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ આવી જશે. દરેક શહેરના કોડ અલગ અલગ હોય છે. જે તમને IOC ની વેબસાઈટ પર જાણવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.