1 ઓગસ્ટ 2022, પેટ્રોલ-ડીઝલના ભાવ: પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના નવીનતમ ભાવો જાહેર કરવામાં આવ્યા છે. આજે સવારે 6 વાગે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવો અપડેટ કર્યા, જે નવા ભાવ જારી કરવામાં આવ્યા તે મુજબ મહિનાના પહેલા દિવસે એટલે કે આજે પણ વાહન ઈંધણના ભાવમાં રાહત મળી છે. તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ભારતીય તેલ કંપની(Indian Oil Company)ઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આ રીતે આજે સતત 73મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મોંઘવારીના મોરચે આજે પણ સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે.
સરકારી તેલ કંપનીઓએ આજે સોમવાર, 1 ઓગસ્ટ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. સતત 73માં દિવસે સામાન્ય લોકોને રાહત આપતા ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે આજે પણ તેજના ભાવ સ્થિર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત નરમાશ જોવા મળી રહી છે. હાલમાં, બ્રેટ ક્રૂડ બેરલ દીઠ $100 આસપાસ છે.
અગાઉ 21 મેના રોજ સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. આ પછી દેશમાં ડીઝલ 9.50 રૂપિયા અને 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. કેન્દ્રની જાહેરાત બાદ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને કેરળની સરકારોએ પણ વેટમાં ઘટાડો કર્યો છે.
હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
1 ઓગસ્ટ 2022ના રોજ પેટ્રોલ ડીઝલની કિંમત
દિલ્હીઃ પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર.
મુંબઈઃ પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર.
કોલકાતા: પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર.
ચેન્નાઈઃ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર.
હૈદરાબાદઃ પેટ્રોલ રૂ. 109.66 અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લીટર.
બેંગ્લોરઃ પેટ્રોલ રૂ. 101.94 અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર.
તિરુવનંતપુરમઃ પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર.
પોર્ટ બ્લેરઃ પેટ્રોલ રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 પ્રતિ લીટર.
ભુવનેશ્વરઃ પેટ્રોલ રૂ. 103.19 અને ડીઝલ રૂ. 94.76 પ્રતિ લીટર.
ચંદીગઢઃ પેટ્રોલ રૂ. 96.20 અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લીટર.
લખનઉઃ પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર.
નોઈડાઃ પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.96 પ્રતિ લીટર.
જયપુરઃ પેટ્રોલ રૂ. 108.48 અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર.
પટનાઃ પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર
ગુરુગ્રામઃ રૂ. 97.18 અને ડીઝલ રૂ. 90.05 પ્રતિ લીટર.
તમને જણાવી દઈએ કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.
નોંધનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 નંબર પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા 9222201122 નંબર પર HP પ્રાઇસ મોકલીને કિંમત જાણી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.