આ બે દેશની બબાલને કારણે ભારતમાં પેટ્રોલ થઈ જશે પાણી જેટલું સસ્તું

હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. સામન્ય માણસ માટે હાલની જે કિમંત છે તે ખુબ મોટી કહેવાય, પણ તેમ છતાં ન છૂટકે તેને પેટ્રોલ-ડીઝલણી પુરતી કીમત ચૂકવી પડે છે. પણ હાલ  ક્રૂડ ઓઈલને લઈને સાઉદી અરબ અને રશિયા વચ્ચે ચાલી રહેલા પ્રાઈઝ વોરનો ફાયદો થોડા સમયમાં આપણને થઈ શકે છે. જો આ વસ્તુ શક્ય બની તો પેટ્રોલમાં ખુબ મોટી બચત થશે. કારણ કે પેટ્રોલ તમને 50 રૂપિયાની સામન્ય કિંમતે મળી શકે છે. સરકારનું ઈમ્પોર્ટ બિલ ઘટશે અને આગામી ક્રૂડ બાસ્કેટ પણ સરકારને રસ્તા ભાવે મળે તેવી સંભાવનાઓ બની રહી છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ આજે 31 ટકા સુધી નીચે ગબડી ગયો છે. તેની પાછળ ફક્ત એક જ કારણ હતું કે સાઉથ અરબે તેની કિમંતમાં મોટો ઘટાડો કરી દીધો હતો. સાઉદીએ રશિયા પાસે ‘બદલો’ લેતા કિંમતો ઘટાડી દીધી કારણ કે રશિયાએ ઉત્પાદન ઘટાડવાની તેની વાત નહોતી માની. તેના કારણે બંને દેશો વચ્ચે પ્રાઈઝ વોર છેડાઈ ગઈ. પણ ભારતને તેનાથી સારો ફાયદો થઈ શકે છે. જો 30 ટકા સુધી ઘટાડાની દ્રષ્ટિએ જોઈએ અને માની લઈએ કે ઈમ્પોર્ટ બિલ ઘટવાથી ગ્રાહકોને સંપૂર્ણ બચત થશે. તો ભારતીય માર્કેટમાં પેટ્રોલની કિંમત 50 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. હાલમાં દેશભરમાં પેટ્રોલની કિંમત 70 રૂપિયા પ્રતિ લિટર આસપાસ છે.

ભારતના ક્રૂડ બાસ્કેટની કિંમત હાલમાં 47.92 ડોલર પ્રતિ બેરલ છે. (એક બેરલ એટલે 159 લીટર) એટલે કે ભારતને એક ક્રૂડ બાસ્કેટ માટે 3,530.09 રૂપિયા ખર્ચ કરવા પડે છે. એવામાં ક્રૂડ જો 30 ટકા સુધી સસ્તુ થઈ ગયું તો ક્રૂડ બાસ્કેટની કિંમત પણ એટલી ઓછી થશે. જેથી આગામી ક્રૂડ બાસ્કેટ 2470 રૂપિયાનું હોઈ શકે છે. જો સામાન્ય વ્યક્તિને આ વાતનો ફાયદો આપવામાં આવે તો પેટ્રોલની કિંમત 50 રૂપિયા સુધી પહોંચી શકે છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ મુજબ, ડિસેમ્બર 2019માં ક્રૂડ બાસ્કેટની એવરેજ કિંમત 65.52 ડોલર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *