ઘરના કંકાસ ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર ઊભું કરી દે છે. એવામાં કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તકની રાહ જોઈને બેઠા હોય તેમ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં એક સારા ઘરની ભણેલી ગણેલી પરિણીતા પોતાના પતિ સાથેના ઘરેલું કંકાશને ખતમ કરવા જતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી. આ તાંત્રિકે તેને વિધિ કરવાનું કહીને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની સાથે તેને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી તાંત્રિકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ દવા ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હાલમાં વાડજ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નેહાના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ આશિષ નામના યુવક સાથે થયા હતા. નેહા અને આશિષના લગ્ન બાદ તેમની વચ્ચે નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. આ વિવાદ વધતા નેહા રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ નેહાને કહ્યું કે, “તારા અને આશિષ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ, તું એને મળ તો તારા દરેક પ્રશ્ન દુર થઈ જશે.”
લગ્ન સંબંધમાં ખરાબ સ્થિતિ હોવાના કારણે નેહા પણ માનસિક તણાવમાં રહેતી હતી. આ ઉપરાંત તે ફાર્મસિસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી. એવામાં એક દિવસ નેહા તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને નેહાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. ત્યારબાદ ભૂવો નેહા સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરવા લાગ્યો અને ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન નેહાને ભૂવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતરાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો.
ત્યારબાદ ભૂવાએ આ વીડિયો બતાવીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું. આટલું જ નહીં તે નેહાને અલગ-અલગ હોટલમાં લઈ જઈને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બળાત્કાર ગુજારવા લાગ્યો. આ અંગે નેહા સતત પરેશાન રહેતી હતી. જેથી તેણે પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને દવા ખાઈ લીધી હતી. તેની જાણ અન્ય લોકોને થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી તાંત્રિકને પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.
જાણવા મળ્યું છે કે, વડોદરાના સમા સ્પોર્ટસ્ કોમ્પ્લેક્સની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે પણ તાંત્રિકના ચક્કરમાં ફસાઈને 32 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના 9 જ્યોતિષીએ 32.25 લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. દેવામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં જ્યોતિષીઓ પાસે વિધિ કરાવવા માટે સોની પરિવારના મોભી મકાન ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. ત્યારબાદ સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle