કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક દીપડાએ એક રખડતા કૂતરાનો પીછો કર્યો અને સંજોગો અનુસાર એક ફાર્મ હાઉસના શૌચાલયમાં બને ઘુસી ગયા હતા. અને બંને અંદર પુરાઈ ગયા હતા. કૂતરો અને દીપડો બંને લગભગ 7 કલાક એક સાથે શૌચાલયમાં બંધ રહ્યા હતા. આ ઘટના દક્ષિણ કન્નડ જિલ્લાના બિલીનેલે ગામમાં કૈકંબા સ્થિત રેપ્પાના ફાર્મ હાઉસ પર બની હતી, જે કિડુ અનામત જંગલ નજીક આવેલું છે અને આ વિસ્તારનો મોટો ભાગ વન વિસ્તાર છે.
વિડીયો જોતા માલુમ પડી રહ્યું છે કે, દીપડો અને કુતરો બંને ટોયલેટમાં પુરાયેલા દેખાય રહ્યા છે. હકીકતમાં થયું એવું હતું કે, દીપડાએ રખડતું કુતરું જોઇને તેનો પીછો કર્યો હતો અને સંજોગો અનુસાર બંને ફાર્મ હાઉસના એક જ ટોયલેટમાં ઘુસી ગયા હતા. આ પછી, ફાર્મ હાઉસના કર્મચારીએ શૌચાલયનો દરવાજો બંધ કરી તાળું મારી દીધું હતું. આ પછી બંને શૌચાલયમાં પુરાઈ ગયા હતા.
જયારે દીપડો અને શ્વાન ફાર્મ હાઉસના શૌચાલયમાં પુરાયેલા હતા ત્યારે જ વન વિભાગના કર્મચારીને આ ઘટના અંગેની જાણકારી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી દીપડા અને કૂતરાને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ થયો. શ્વાન અને દીપડો લગભગ 7 કલાક શૌચાલયમાં ફસાયા હતા.
નાયબ વન સંરક્ષક વી. કારિકલાનના જણાવ્યા મુજબ વન વિભાગના જવાનોએ દીપડાને પકડવા સખત મહેનત કરી હતી અને દીપડાને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે શૌચાલયની બહાર એક પાંજરું રાખવામાં આવ્યું હતું અને તેની જાળી ચારે તરફ ફેલાઇ હતી, પરંતુ દીપડો બહાર આવી રહ્યો ન હતો.
વન વિભાગના જવાનોએ શૌચાલયની છત પરનો શેડ કાઢીને છટકું ગોઠવી દીધું હતું, પરંતુ દીપડો ચાલાકીથી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જો કે, રાહતની વાત એ હતી કે આ સમયગાળા દરમિયાન કોઈને ઈજા થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle